અમરેલી

“માંગ્યા બળદને પોરો ન હોય તેમ મર્યાદા બહારની કામગીરી કરતા ગ્રામ સેવકો” ના વર્ષોથી પડતર પ્રશ્નોનો સાત દિવસમાં ઉકેલ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન : ગુજરાત રાજ્ય ગ્રામ સેવક મહામંડળની ચેતવણી

અમરેલી ગ્રામ સેવકોના વર્ષોથી પડતર પ્રશ્નોનો સાત દિવસમાં ઉકેલ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન : ગુજરાત રાજ્ય ગ્રામ સેવક મહામંડળ

ગુજરાત રાજ્ય ગ્રામ સેવક મહામંડળે ગ્રામ સેવકોના વર્ષોથી પડતર પ્રશ્નોનો સાત દિવસમાં ઉકેલ લાવવાની સરકારશ્રી સમક્ષ માંગ કરી છે. માંગણીઓનો સમયમર્યાદામાં સંતોષકારક ઉકેલ નહીં આવે તો ગાંધીજીએ ચીંધેલા સત્ય અને અહિંસાના માર્ગે લોકશાહી ઢબે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

મહામંડળે જણાવ્યું છે કે ગ્રામ સેવકોની માંગ માત્ર કર્મચારી હિતની નહીં પરંતુ ખેડૂતલક્ષી છે. અમરેલી જિલ્લામાં ગ્રામ સેવકોનું મહેકમ ઓછું હોવાથી અનેક ગ્રામ સેવકોને 9થી 10 ગામોની કામગીરી સંભાળવી પડે છે. પરિણામે મોટી સંખ્યામાં ખેડૂતો સુધી સમયસર પહોંચી યોગ્ય કૃષિ માર્ગદર્શન આપવું મુશ્કેલ બને છે અને ખેડૂતો સરકારી યોજનાઓના લાભથી વંચિત રહેવાની શક્યતા રહે છે.

મહામંડળના જણાવ્યા મુજબ, સૌની યોજના બાદ અમરેલી જિલ્લામાં પિયત વિસ્તાર વધ્યો હોવા છતાં ગ્રામ સેવકોના મહેકમમાં જરૂરી વધારો કરવામાં આવ્યો નથી. સરકારના ધોરણ મુજબ આશરે 500 ખેડૂતો દીઠ એક ગ્રામ સેવક હોવો જોઈએ, પરંતુ અનેક સ્થળોએ એક ગ્રામ સેવકને 3500 થી વધુ ખેડૂતોની જવાબદારી સંભાળવી પડી રહી છે.

ગુજરાત રાજ્ય ગ્રામ સેવક મહામંડળે સરકારશ્રીને તાત્કાલિક જરૂરી મહેકમ મંજૂર કરી પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગ કરી છે માંગ્યા બળદ ને પોરો ન હોય તેમ મર્યાદા બહાર ની કામગીરી સોપાઈ રહી છે ત્યારે ગ્રામ્ય સેવકો ના પડતર પ્રશ્ન નો સાત દિવસ મા યોગ્ય ઉકેલ નહીં આવે તો આંદોલન ની ચેતવણી અપાય છે 

Related Posts