ગારીયાધાર સૌરાષ્ટ્ર માં ગામડા ઓમા વધતી જતી લુખ્ખા ઓની રંજાડ અંગે સુરત પાટીદાર સેવા સંધ ની બેઠક યોજાય ગારિયાધાર -વાલમધામના જીગ્નેશભાઇ ભીમજીભાઇ કાત્રોડીયા ઉપર જીવલેણ હુમલા બાબતે સુરત ખાતે સમસ્ત પાટીદાર સેવા સમાજ ની બેઠક માં યુવા અગ્રણી વિજયભાઈ માંગુકિયા નું આહવાન
ગામડાંઓને જીવંત રાખવા વડીલોએ આપેલા વારસાને વિરાસત સંસ્કૃતિને બચાવવા ત્રણ મહીને પોતાના ગામમાં જવા અનુરોધ સુરતમાં મોટા વરાછાના સમર્થ પાર્ટી પ્લોટમાં મીટિંગ યોજાઇ ગામડાંઓની સુરક્ષા અને સલામતી અંગે ચર્ચા થઇ ગામડાઓમાં સુવિધા વધારવા અનુરોધ જેમાં વડીલો માટે કોમ્યુનિટી કીચન,અને બજારોમાં કેમેરા ઉપલબ્ધ કરવા નિર્ણય લેવાયો ખેડુતોને હુંફ આપવા સુરતથી ખેડુત પુત્રો વાલમધામ- ગારીયાધારમાં મોટી સંખ્યામાં બેઠક કરશે
કોઇ સમાજ કે કોઇ વ્યકિત સાથે વિરોધ નથી પરંતુ માથાભારે તત્વો સામે મજબૂતીથી કાર્યવાહી કરાવવા ગારીયાધારમાં બેઠક થશે અસામાજિક તત્વોને કાયમી ડામવા અને વ્યવસ્થિત કડક કાર્યવાહી કરવા તંત્રને અનુરોધ કરવામાં આવશે પાટીદાર સમાજના આગેવાનો હાજરી આપી લુખ્ખા તત્વોને કાબૂમાં લાવવા હુંકાર કર્યો હતો પ્રશાશનિક વ્યવસ્થા તંત્ર દ્વારા આવા કિસ્સા માંથી સંજ્ઞાન લઈ તુરંત કાર્યવાહી કરવી જોઈએ “એક થઈ ને રહી એ નેક થઈ ને રહીએ સત્ય સામે સર ઝુકાવી દઈ એ પણ અન્યાય કદી નહીં સહીએ ની વિજયભાઈ માંગુકિયા એ સામુહિક પ્રતિજ્ઞા લેવડાવી હતી


















Recent Comments