ભાવનગર

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને ભાવનગરમાં ૨૪ સપ્ટેમ્બરે કલસ્ટર કક્ષાના રોજગાર ભરતીમેળાનું આયોજન

ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ
બાવળીયાના અધ્યક્ષસ્થાને તા. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે મોતીબાગ ખાતેના શ્રી અટલ
બિહારી વાજપેયી ઓપન એર થિયેટર ખાતે કલસ્ટર કક્ષાના રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં ક્રેસિલ લિમિટેડ, આઈ.પી.સી.એલ., સ્ટીલ કાસ્ટ લિમિટેડ, સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિ., મધુસિલિકા
પ્રા. લિ., આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા. લિ. સહિત જિલ્લા તથા જિલ્લા બહારની ૨૦થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓ
ઉપસ્થિત રહી ૧,૦૦૦થી વધુ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેશે.
જુનિયર એન્જિનિયર, સી.એન.સી.-વી.એમ.સી. ઓપરેટર, સુપરવાઇઝર, ક્યુ.સી. કેમિસ્ટ, ફિટર, વેલ્ડર, મશીનિસ્ટ,
ટર્નર અને ઇલેક્ટ્રિશિયન સહિતની વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.
લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના રિઝ્યુમની નકલ સાથે સ્વખર્ચે ભરતીમેળામાં ઉપસ્થિત રહેવાનું રહેશે.
નોકરીદાતાઓની વિગતો, ઉપલબ્ધ ખાલી જગ્યાઓ તથા જરૂરી લાયકાત અંગેની વિસ્તૃત માહિતી માટે જિલ્લા
રોજગાર કચેરીની ટેલિગ્રામ ચેનલ EMPLOYMENT BHAVNAGAR (GOG)ની મુલાકાત લેવા જિલ્લા રોજગાર
કચેરી, ભાવનગર દ્વારા જણાવાયું છે.

Related Posts