દામનગર શ્રી સહજાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, દામનગરના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ પરિસરમાં ઉત્સાહ અને ઉમંગભેર ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ભક્તિસભર વાતાવરણમાં ગણપતિ વિસર્જન કાર્યક્રમ સંપન્ન થયો હતો.
વિદ્યાર્થીઓ દ્વારા બાપ્પાની આરાધના કરી આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના યુવા વિદ્યાર્થીઓમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન થાય તે હેતુસર આ સમગ્ર મહોત્સવનું સુંદર આયોજન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું.
આ ધાર્મિક અને આનંદદાયક પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ શ્રી નિલેશસર કોલડીયા તથા સ્ટાફગઢમાંથી કાકડીયા સાહેબ, ભાવેશ સાહેબ, નીતિન સાહેબ, રામાણી સાહેબ, જેમીન સાહેબ, બિમલ પંડ્યા, દીપ્તિ મેડમ અને રિદ્ધિ મેડમ, તથા આમંત્રિત મહેમાન પ્રિતેશભાઈ નારોલા ( માનવસેવા આશ્રમ દામનગર ) , સુજીતભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવોએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારી ગણપતિ બાપ્પાની આરતીનો લાભ લીધો હતો અને વિદ્યાર્થીઓને સફળતાના આશીર્વાદ પાઠવ્યા હતા.વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી અને સમગ્ર સ્ટાફના માર્ગદર્શન હેઠળ આ ગણપતિ વિસર્જન કાર્યક્રમ ખૂબ જ યાદગાર અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થયો હતો.

















Recent Comments