અમરેલી

સાવરકુંડલામાં ગેસ અને ગટર લાઈનના ખોદકામ બાદ રસ્તા બિસ્માર: કબીર ટેકરીથી અંબિકા સોસાયટી સુધીનો માર્ગ બેહાલ

સાવરકુંડલા શહેરમાં સ્થાનિક રહીશોને પડતી પ્રાથમિક સુવિધાઓની મુશ્કેલીઓ અંગે ‘આપણું કુંડલા’ ડિજિટલ ન્યૂઝની ખાસ ઝુંબેશ અંતર્ગત લોકવ્યથા છતી થઈ છે. શહેરમાં અનેક વિસ્તારોમાં બિસ્માર રસ્તાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

​સ્થાનિક રહીશો પાસેથી મળેલી વિગતો મુજબ, કબીર ટેકરીથી માલધારી ચોક થઈ અંબિકા સોસાયટી તરફ જતો મુખ્ય માર્ગ અત્યંત ખરાબ હાલતમાં ફેરવાઈ ગયો છે. અહી અગાઉ ગેસ લાઈન નાખ્યા બાદ રસ્તાનું યોગ્ય પુરાણ કરવામાં આવ્યું નહોતું, તેમજ ગટર લાઈનના ખોદકામ પછી પણ રસ્તાનું સમારકામ ન કરાતાં ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે.

​આ બિસ્માર માર્ગ અંગે રહીશો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. નગરપાલિકા અને સ્થાનિક પ્રતિનિધિઓ તાત્કાલિક ધોરણે આ માર્ગનું યોગ્ય સમારકામ કરાવે તેવી લોકમાંગ ઉઠી છે.

Related Posts