અમરેલી

જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિની ઉપસ્થિતિમાં સુપોષણ સંવાદ, પ્રદર્શન અને સન્માન સમારોહ યોજાયો

આઈ.સી.ડી.એસ. (ICDS) વિભાગ હેઠળ ઘટક અમરેલી-૨ ના વડેરા ગામમાં ‘આંગણ ઉત્સવ’ અંતર્ગત એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રજાપતિ પણ સહભાગી બન્યા હતા.

કાર્યક્રમ દરમિયાન આંગણવાડીના બાળકોને ફળ અને પૌષ્ટિક સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ યોજાયેલ વાનગી નિદર્શન, આંગણવાડીના શૈક્ષણિક રમકડાં અને બાળકોના પ્રગતિ દર્શાવતા પોર્ટફોલિયોનું મહાનુભાવો દ્વારા ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કચેરીના કાર્યકરો સાથે શૈક્ષણિક બાબતો અંગે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને તમામ લાભાર્થીઓ સાથે સીધો ‘સુપોષણ સંવાદ’ યોજીને આરોગ્ય અને પોષણ સંબંધિત જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

બાળકો અને કિશોરીઓને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે, કિશોરીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી વિજેતાઓને આકર્ષક ઇનામો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કુપોષણમાંથી મુક્ત થઈ તંદુરસ્ત બનેલા બાળકો તથા આંગણવાડીમાં નિયમિત હાજરી આપતા બાળકોને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉત્કૃષ્ટ સેવા બદલ આંગણવાડીના કાર્યકર, હેલ્પર અને આશા વર્કર (Asha Worker) બહેનોને પ્રમાણપત્ર એનાયત કરી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના ખાસ સત્ર ‘કહાની બદલાવ કી’ અંતર્ગત ગામની કિશોરીઓ અને ધાત્રી માતાઓએ આંગણવાડીના માધ્યમથી તેમના જીવનમાં આવેલા હકારાત્મક પરિવર્તનના અનુભવો પ્રભાવશાળી શૈલીમાં વ્યક્ત કર્યા હતા. ઉપસ્થિત સૌએ ‘પોષણ શપથ’ લીધા હતા.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, સરપંચશ્રી, સી.ડી.પી.ઓ, મુખ્ય સેવિકા, એન.એન.એમ. (NNM), શિક્ષણ વિભાગ તથા આરો

Related Posts