ભાવનગર જિલ્લાના મુખ્ય શિક્ષક સંઘ દ્વારા જિલ્લાની પ્રાથમિક શાળામાં ફરજબજાવતા એચ.ટાટ. આચાર્ય માટે સતત ચોથા વર્ષે શૈક્ષણિક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરપર્સન અમિષાબેન ભંમરના અધ્યક્ષ સ્થાને આ શૈક્ષણિક અધિવેશન 4.0 નું આયોજન કરવામાં આવ્યું હતું.
શૈ.અધિવેશન 4.0ના મુખ્ય વક્તા વિશ્વ પ્રસિધ્ધ લોક કલાકાર માયાભાઈ આહીરએ હાસ્ય શૈલીમાં શિક્ષણનો મર્મ તથા સાંપ્રત પ્રવાહમાં આચાર્યની ભૂમિકા અને જવાબદારી સાથે અનુભવજન્ય બાબતો રજુ કરી તથા શિક્ષણના આગામી પડકારો માટેની સજ્જતા બાબતે જી.સી.ઇ.આર.ટીના પૂર્વ નિયામક નલિનભાઈ પંડિતે વિચારો રજૂ કર્યા.
અધિવેશનમાં ડાયટ ના પ્રાચાર્ય હિરેનભાઈ ભટ્ટ, જિલ્લા પ્રા. શિ.અધિ.ના પ્રતિનિધિ સહિત તમામ ટી.પી.ઇ.ઓ કેળવણી નિરીક્ષક તથા તાલુકા સંઘના પ્રમુખ અને મહામંત્રીશ્રી સહિત જીલ્લા 350 થી વધુ આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહેલ.
અત્રે ઉલ્લેખનીય છે, ભાવનગર જિલ્લા મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખશધ્રુવભાઈ દેસાઈ અને મહામંત્રી દીપેનભાઈ દીક્ષિત અને સમગ્ર ટીમએ અધિવેશનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

















Recent Comments