અમરેલી

કોર્ટ ઓફ કન્ટેમ દાખલ કરવાની ચેતવણી સાથે અમરેલી જિલ્લા કલેકટર ને ગૌચર જમીન ઉપર ના દબાણો દુર કરવા સુખડીયા ની રજુઆત

અમરેલી જાણીતા RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયા દ્વારા  કલેકટર શ્રી અમરેલી ને ગૌચર જમીન ઉપર ના દબાણો દુર કરવા સુખડીયા ની રજુઆત 

અમરેલી શહેરની ગૌચરની જમીન પરના દબાણો ખુલ્લા કરી કાયમી રક્ષીત કરવા અમરેલી તાલુકો અમરેલી ના રેવન્યુ ખાતા નંબર ૫૪૩, ગૌચર સદરે ચાલતા ૩૦ જેટલા સર્વે નંબર અને પૈકી નોંધ સાથે નોંધ સાથે કુલ બ્લોક ૪૧ હેકટર આરે. ચો. મી. ૧૯૯-૫૯-૭૧ એમ કુલ જમીન ૮૩૯ ગાયકવાડી વિધા જમીન અમરેલી શહેરની ગૌચર તેમજ સરકારી સદરે ચાલે છે. તે પૈકીની હેકટર આરે.ચો.મી. ૧૫૭-૯૮-૮૪ જમીન ગૌચર સદરે ચાલે છે. અને અમરેલી શહેરમાં ગાયોની સંખ્યા અંદાજે ૩૦૦૦ જેટલી છે. અને બીજા ઘેટા-બકરા –ભેંસો વિગેરે પણ મોટી સંખ્યામાં પશુપાલન હોય સુપ્રિમ કોર્ટનાં સીએ/નંબર ૧૧૩૨/૨૦૧૧ એસએલપી (સી)૩૧-૯-૨૦૧૧ ના ગૌચર જમીનના દબાણો અંગેના ચુકાદા મુજબ તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટના પી.આઈ.એલ. નંબર ૧૫૫/૨૦૧૧ અને પી.આઈ.એલ. નંબર. ૬૧/૨૦૧૨ના નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદા અન્વયે મહેસુલ વિભાગ ગુજરાત રાજયના સરકારના ઠરાવ ક્રમાંક જમન/૩૯૧૧/૩૧૯૪/ગ/સચિવાલય-ગાંધીનગરના ગૌચર જમીન વ્યવસ્થાપન નિતિ તા. ૧/૪/૨૦૧૫ તેમજ ગુજરાત સરકારના મહેસુલ વિભાગ પરિપત્ર ક્રમાંક દબણ/૧૦૨૦૧૦/૧૦૧૬/૯/સચિવાલય-ગાંધીનગર સરકારી જમીન જાળવણી કરવા અંગેના પરિપત્ર તા. ૧૬/૦૭/૨૦૨૨ મુજબ ગેચરની તેમજ સરકારી જમીનો શહેરી વિસ્તારમાં અનઅધિકૃત દબાણો સામે કલેકટરશ્રીના કાર્યક્ષેત્ર નીચે જવાબદારીમાં આવે છે. તો અમરેલી શહેરમાં ઉપરોકત ક્ષેત્રફળ મુજબની ગૌચરની જમીન પર વ્યાપક પ્રમાણમાં દબાણો ઉભા થયેલા છે. અને આપશ્રી દ્વારા આની દેખભાળ માટે બીલકુલ બેદરકારી જણાય છે. આવી ગૌચરની જમીનના દબાણના કારણે હજારો માલ-ઢોર રસ્તાઓ ઉપર બેસવા મજબુર થયેલ આ અબોલ જીવોને પેટ ભરવા સુકુ તણખલુ પણ મેળવવા દુષ્કર બની ગયુ છે. જે બાબત અત્યં ગંભીર હોય તો આ બાબતને સત્વરે ધ્યાને લઈ અમરેલી શહેરની આવી જમીનો આઈડેન્ટી ફાઈડ કરી સ્થળ  પરના દબાણો ખુલ્લા કરાવા કાર્યવાહી કરવા બાબતને ગંભીરતાથી લેવામાં નહીં આવશે તો નામદાર-સુપ્રિમ કોર્ટ અને નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશોનું પાલન નહીં કરવામાં આવે તો કોર્ટ ઓફ કન્ટેમ દાખલ કરવા અમે કાર્યવાહી કરીશું

Related Posts