દામનગર ના બજરંગનગર સોસાયટી સામે અમરેલી જિલ્લા પંચાયત ના (મામા) ના રસ્તા ઉપર નાળા ની ડિઝાઇન ફેરવી રીબીન ડેવલપમેન્ટ ની જગ્યા ખાનગી ટનલ બનાવી દેતા સ્થાનિક રહીશો ની મિલકતો ડેમેજ થવા ની ભીતિ સાથે થયેલ રજુઆત અંગે અમરેલી જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી એ નં. જનરલ/વર્ગી/૧૭૫૧/ઈ-૧૩૧૫૨૭/૨૦૨૬
તા.14/09/26 થી શ્રી કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ, અમરેલી આ અંગે સ્પષ્ટતા સાથે કાર્યવાહી કરવા પત્ર પાઠવ્યો સમસ્ત બજરંગનગરના રહીશો દામનગર, હે. બજરંગનગર, મુ. દામનગર, તા. લાદી, જિ અમરેલીની તા.૦૭/૦૯/૨૦૨૬ના રોજની જિલ્લા પંચાયતના રીબન ડેવલોપમેન્ટની હદમાં બેઠા નાળાની ડિઝાઈન ફેરવી રસ્તા ની અનામત જમીન ઉપર ભુગર્ભ ટનલ બનાવનાર સામે કાનૂની પગલા લઈ બાંધકામ દુરસ્ત કરવા બાબતની રજુઆત કરાયેલ હતી જે અંગે જિલ્લા મેજી શ્રી એ જિલ્લા પંચાયત અમરેલી માર્ગ મકાન વિભાગ કાર્યપાલક ઈજનેર ને આ અંગે સ્પષ્ટતા સાથે પત્ર પાઠવી કાર્યવાહી થવા જણાવેલ છે અત્રે ઉલ્લેખનીય છે આ રસ્તા નું કામ સ્થાનિક વિરોધ થી અધૂરું હોય તે અંગે પણ ઉચ્ચતરીય અધિકારી ઓએ સ્થળ તપાસ કરવી જરૂરી છે

















Recent Comments