અમરેલી

અમરેલી સીટી પોલીસ સ્‍ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની કુલ બોટલ નંગ- ૨૨૯ કિ.રૂ.૧,૫૧,૦૬૭/- ની હેરફેર કરતા બે ઇસમોને વાહન સહિત કુલ કિં.રૂ.૫,૫૧,૦૬૭/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્‍જના જિલ્લાઓમાંથી દારૂની બદી દુર કરવા સ્પેશ્યલ પ્રોહિબિશન ડ્રાઇવનું
આયોજન કરી, પ્રોહિબિશનના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી
સંજય ખરાત સાહેબ તથા અમરેલી ઇ.ચા. પોલીસ અધિક્ષકશ્રી જયવીર ગઢવી સાહેબ
નાઓએ અમરેલી જિલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબિશનના વેચાણ, સંગ્રહ
અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા
સુચના અને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા નાઓની
રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ
દરમિયાન મળેલ બાતમી હકિકત આધારે અમરેલી -લાઠી બાયપાસ ચોકડી પાસે વોચ
દરમિયાન બે ઇસમોને ફોરવ્હીલમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલોની
હેરફેર કરતા ઝડપી લઇ, પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબિશન ધારા તળે
કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા
અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
 પકડાયેલ આરોપીઃ-
(૧) દીલીપભાઇ છગનભાઇ મોકરીયા, ઉ.વ.૩૪, રહે.જુનાગઢ, ટીંબાવાડી,
બીલનાથપરા ભાગ -૨, તા.જિ.જુનાગઢ.
(૨) રમેશભાઇ વશરામભાઇ એરડા, ઉ.વ.૩૭, રહે.મોટી ઘંસારી, તા.કેશોદ,
જિ.જુનાગઢ.
 પકડાયેલ મુદ્દામાલઃ-

(૧) ભારતીય બનાવટની વિદેશી દારૂની રેર જસ્ટરિની એન્ડ બ્રુક્સ બ્લેન્ડેડ સ્કોચ
વ્હિસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ – ૧૨ કિં.રૂ.૧૭,૯૬૪/-
(૨) ભારતીય બનાવટની વિદેશી દારૂની રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કીની ૭૫૦
એમ.એલ.ની બોટલ નંગ – ૨૪ કિં.રૂ.૩૫,૯૨૮/-
(૩) ભારતીય બનાવટની વિદેશી દારૂની બેલેન્ટાઇન્સ ફાઇનેસ્ટ, બ્લેન્ડેડ સ્કોચ
વ્હિસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ – ૨૪ કિં.રૂ.૩૫,૯૨૮/-
(૪) ભારતીય બનાવટની વિદેશી દારૂની સિરોક વોડકાની ૭૫૦ એમ.એલ.ની બોટલ
નંગ – ૧ કિં.રૂ.૩,૨૮૭/
(૫) ભારતીય બનાવટની વિદેશી દારૂની બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કીની
૧૮૦ એમ.એલ.ની બોટલ નંગ – ૧૬૮ કિં.રૂ.૫૭,૯૬૦/- મળી ની કુલ બોટલ નંગ
– ૨૨૯ કિં.રૂ.૧,૫૧,૦૬૭/-
(૬) એક મારૂતિ સુઝુકી કંપનીની એસ-ક્રોસ સ્માર્ટ હાઇબ્રિડ ઝેટા મોડલની ફોરવ્હીલ
કાર જેના રજી.નંબર જી.જે.૧૨.ડી.એમ. ૨૫૭૯ જેની કિં.રૂ.૪,૦૦,૦૦૦/– મળી કુલ
કિં.રૂ.૫,૫૧,૦૬૭/- નો મુદ્દામાલ
 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. કનાભાઇ સાંખટ,
ગીરીરાજસિંહ જાડેજા, રાહુલભાઇ ચાવડા, તથા હેડ. કોન્સ. સલીમભાઇ ભટ્ટી,
કિશનભાઇ આસોદરીયા, મહેશભાઇ મુંધવા, રાહુલભાઇ ઢાપા, તુષારભાઇ પાંચાણી તથા
પો.કોન્સ. રમેશભાઇ સીસારા દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts