બાબરા આમ આદમી પાર્ટીની રજૂઆત બાદ બાબરા નગરપાલિકા દ્વારા ગંદા પાણીની સમસ્યા અંગે કામગીરી શરૂ: તંત્રનો આભાર માનતા જે.ડી. કથીરિયા
થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટી દ્વારા બાબરા નગરપાલિકા વિસ્તારમાં જનતાને વિતરણ કરવામાં આવતા ગંદા અને દૂષિત પાણી અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
આજે અમારી ટીમ દ્વારા સ્થળ મુલાકાત (વિઝિટ) લેવામાં આવતા, નગરપાલિકા તંત્ર દ્વારા આ સમસ્યાના નિવારણ અર્થે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જનહિતના આ મહત્વપૂર્ણ કાર્ય માટે અમે બાબરા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી, આરોગ્ય અધિકારીશ્રી તથા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરીએ છીએ.લાઠી વિધાનસભાના તમામ નાગરિકોને જણાવા માંગીએ છીએ કે વિસ્તારમાં કોઈપણ જગ્યાએ સાર્વજનિક કે પ્રજાલક્ષી કામકાજ હોય, તો અમારો સંપર્ક કરવા નમ્ર વિનંતી છે. આમ આદમી પાર્ટી સદાય તમારી સાથે અને સેવા માટે તત્પર છે.આપનો સ્નેહી,જે.ડી. કથીરિયા Sti. ઈન્ચાર્જ, લાઠી વિધાનસભા આમ આદમી પાર્ટી


















Recent Comments