અમરેલી

ચકરગઢ ગામ ખાતે “આંગણ ઉત્સવ”ની ઉજવણી

અમરેલી ચકરગઢ ગામ ખાતે “આંગણ ઉત્સવ”ની ઉજવણી ચકરગઢ ગામ ખાતે ICDS વિભાગ દ્વારા સુપોષિત બાળક, સ્વસ્થ પરિવાર, સશક્ત સમાજ ના સંકલ્પ સાથે “આંગણ ઉત્સવ”ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્યશ્રી ભાવનાબેન નાથાલાલ સુખડિયા,  સરપંચ શ્રી  ICDS  આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો, આશા બહેનો, શિક્ષકો, માતાઓ, કિશોરીઓ તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

આંગણ ઉત્સવ અંતર્ગત ફળ, સુખડી અને THRનું વિતરણ, પોષણ જાગૃતિ સત્ર ,પોષણ ચેમ્પિયન”ની પસંદગી અને સન્માન તથા ચિત્રકામ પ્રવૃત્તિ યોજાઈ હતી. “કહાની બદલાવ કી” અંતર્ગત લાભાર્થી દ્વારા આંગણવાડી સેવાઓથી થયેલા લાભ અંગે પોતાની જીવનકથા રજૂ કરવામાં આવી હતી.

આ પ્રસંગે આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશા બહેનોની પ્રશંસનીય કામગીરી બદલ પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

આંગણવાડી માં ઉપલબ્ધ ecce મટીરિયલ, જ્ઞાન પુંજ કીટ,પુસ્તકો, રમકડાં, THR સહિતની સામગ્રીનું નિદર્શન યોજાયું હતું.

કાર્યક્રમના અંતે પોષણ અને આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા તથા આંગણવાડીની સેવાઓનો મહત્તમ લાભ લેવા સૌને પ્રેરિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Related Posts