અમરેલી

સાવરકુંડલાના જેસર રોડ પર ડાયવર્જન બોર્ડના અભાવે અકસ્માતનો ભય: તંત્રની બેદરકારી સામે રોષ

જેસર રોડ પર ગટર લાઈનનું કામ પૂર્ણ થયા બાદ રસ્તાનું યોગ્ય ફિનિશિંગ ન કરાતાં રાહદારીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઠેર-ઠેર માટી અને પથ્થરોના ઢગલા વચ્ચે અધૂરાં કામથી અકસ્માતનો ભારે ભય સેવાઈ રહ્યો છે.

​સૌથી ગંભીર બાબત એ છે કે આ વ્યસ્ત માર્ગ પર સુરક્ષા માટે કોઈપણ પ્રકારના ડાયવર્જન, બેરિકેડિંગ કે ચેતવણી દર્શાવતા બોર્ડ મૂકવામાં આવ્યા નથી. સાંજના સમયે ભારે ટ્રાફિક અને અંધારાના કારણે અનેક અકસ્માતો થતાં-થતાં રહી જાય છે.

​GUDC તથા સંબંધિત એજન્સી દ્વારા સુરક્ષાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવા છતાં સ્થાનિક નગરપાલિકા અને વહીવટીતંત્ર મૌન સેવી રહ્યા છે. સ્થાનિકોની માંગ છે કે કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર તાત્કાલિક ધોરણે રસ્તાનું ફિનિશિંગ પૂર્ણ કરે અને યોગ્ય સુરક્ષા બોર્ડ મુકે.

Related Posts