અમરેલી

કહી દો મૌતને કે ધાકમાં લેવાનું છોડી દે.એનાથીય અઘરી જિંદગી હું જીવી ગયેલ છું

સાવરકુંડલાની ધીંગી ધરા જેવા કલાના અનન્ય કસબી, સાહિત્યપ્રેમી, કલમવીર અને ઉમદા વ્યક્તિત્વ ધરાવતા શ્રી અનવરખાન પઠાણે આજે પોતાના જીવનના 55મા વર્ષમાં અડીખમ પ્રવેશ કર્યો છે. આ ખાસ પ્રસંગે તેમના મિત્રવર્તુળ, ચાહકો અને પરિવારજનોમાં અસીમ આનંદ અને હરખની હેલી જોવા મળી રહી છે.

*​શ્રી અનવરખાન પઠાણ પોતાની અદ્ભુત વોઇસ મિમિક્રીની કળાના કારણે સમગ્ર અમરેલી જિલ્લામાં અત્યંત લોકપ્રિય અને માનીતા બન્યા છે. મંચ (સ્ટેજ) પર હિન્દી સિનેમાના દિગ્ગજ અદાકારો જેવા કે રાજકુમાર, દિલીપ કુમાર, રાજેશ ખન્ના, શત્રુઘ્ન સિંહા, શાહરૂખ ખાન, અમરીશ પુરી,અજીત,પ્રાણ તેમજ પ્રખ્યાત કવિ શ્રી ખલીલ ધનતેજવીના અવાજને આબેહૂબ રજૂ કરવાની તેમની સહજ કળાએ લાખો લોકોના દિલ જીતી લીધા છે.* તેમની આ અનોખી ખૂબી અને કલમ પ્રત્યેના પ્રેમને લીધે જ તેમનો ચાહકવર્ગ ખૂબ બહોળો છે.

​આજે તેમના 55મા જન્મદિવસે સાવરકુંડલા સહિત સમગ્ર પંથકમાંથી સાહિત્યકારો, કલાકારો, મિત્રો અને સગા-સંબંધિઓ તરફથી તેમના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ અને અભિનંદનની વણથંભી વર્ષા થઈ રહી છે.

​શ્રી અનવરખાન પઠાણને સહયોગ પરિવાર તરફથી તેમના 55મા જન્મદિવસે હાર્દિક શુભકામનાઓ! તેઓ કળા અને સાહિત્યના ક્ષેત્રે આમ જ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી પ્રાર્થના.

Related Posts