અમરેલી

સાંસદ ભરતભાઈ સુતરીયાના સઘન પ્રયાસોથી નેશનલ હાઈવે વિકાસના નવા માર્ગો ખુલ્યા

અમરેલી લોકસભા મતવિસ્તાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્ગ માળખાને વધુ મજબૂત બનાવતી મહત્વપૂર્ણ મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. અમરેલીના સાંસદશ્રી ભરતભાઈ સુતરીયાના સઘન પ્રયાસો, સતત રજૂઆતો અને માર્ગ વિકાસ માટેની સક્રિય કામગીરીને પગલે નેશનલ હાઈવેના બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટને કરોડોની મંજૂરી મળી છે.

રાષ્ટ્રીય રાજમાર્ગ-351Gના નાગેશ્રી-અમરેલી-ચોટીલા 196 કિમી લાંબા સેક્શનને અપગ્રેડ કરવા માટે ₹2,125.55 કરોડની મંજૂરી આપવામાં આવી છે. હાઈબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ પેવ્ડ શોલ્ડર્સ સાથેનો બે-લેન માર્ગ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટમાં અમરેલી બાયપાસ, જસદણ-આટકોટ-બાબરા સેક્શન તેમજ ચોટીલા શહેર વિસ્તારમાં ચાર-લેન માર્ગના અપગ્રેડેશનનો સમાવેશ થાય છે.

આ માર્ગ પ્રોજેક્ટ સાકાર થતાં અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગર વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. મુસાફરો અને માલસામાનની અવરજવર વધુ સરળ બનશે, જ્યારે અમરેલી અને બાબરા બાયપાસથી શહેરોમાંથી પસાર થતા ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ મદદ મળશે.

આ ઉપરાંત રાષ્ટ્રીય રાજમાર્ગ-351ના બગસરા-વડિયા-જેતપુર માર્ગ માટે ₹377.36 કરોડની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટથી અમરેલી જિલ્લાના વિસ્તારોને વધુ સારી નેશનલ હાઈવે કનેક્ટિવિટી મળશે અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારો વચ્ચેનું માર્ગ જોડાણ વધુ સુદૃઢ બનશે.

સાંસદશ્રી ભરતભાઈ સુતરીયાએ નેશનલ હાઇવે માટે સતત રજૂઆતો કરી હતી. તેમની સઘન રજૂઆતો બાદ હવે ₹2,125.55 કરોડની ફાળવણી સાથે આ મહત્વપૂર્ણ માર્ગ પ્રોજેક્ટને આગળ વધવાનો માર્ગ મોકળો થયો છે.

આ મહત્વપૂર્ણ મંજૂરી બદલ સાંસદશ્રી ભરતભાઈ સુતરીયાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીશ્રી નીતિનભાઈ ગડકરીનો આભાર વ્યક્ત કર્યો છે.

અમરેલી લોકસભા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્ગ વિકાસને નવી દિશા આપતી આ મંજૂરીને સાંસદ ભરતભાઈ સુતરીયાના સઘન પ્રયાસોનું મહત્વપૂર્ણ પરિણામ માનવામાં આવી રહી છે.

પ્રતિ, તંત્રીશ્રીઓ, આપના પ્રેસમાં વિનામૂલ્યે યોગ્ય સ્થાન આપવા વિનંતી.

Related Posts