અમરેલી

શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ, સાવરકુંડલા મુકામે એસ.વી.એસ. કક્ષાનું ‘બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-૨૦૨૬’ ઉત્સાહભેર સંપન્ન

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT), ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET), અમરેલી તેમજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, અમરેલીના માર્ગદર્શન હેઠળ તારીખ ૦૯/૧૦/૨૦૨૬ ના રોજ સાવરકુંડલા મુકામે ‘બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-૨૦૨૬’ નું ભવ્ય અને ઉત્સાહભર્યું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલ અને શ્રી એ.કે. ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ, સાવરકુંડલા ખાતે સફળતાપૂર્વક યોજાયું હતું.આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ઉત્કૃષ્ટ આયોજન શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્યાશ્રી અને સમગ્ર કાર્યક્રમના કન્વીનર શ્રી ઉષાબેન તેરૈયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સાવરકુંડલા તાલુકા તેમજ ખાંભા તાલુકાની વિવિધ માધ્યમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા મોટી સંખ્યામાં વિવિધ વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત કૃતિઓ અને નમૂનાઓ (મોડેલ્સ) રજૂ કરવામાં આવ્યા હતા. રજૂ કરાયેલી કૃતિઓમાં વિદ્યાર્થીઓની પ્રતિભા, સર્જનાત્મકતા અને નવીન વિચારસરણી સ્પષ્ટપણે છતી થતી હતી.

આ પ્રસંગે અનેક ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં:

 * નૂતન કેળવણી મંડળ: મેનેજિંગ ટ્રસ્ટીશ્રી મુકુંદભાઈ નાગ્રેચા તથા ઉપપ્રમુખશ્રી કનુભાઈ ગેડિયા નગરપાલિકા પ્રમુખશ્રી નયનાબેન કાપડિયા, 

  આચાર્ય સંઘના રાજ્ય ઉપપ્રમુખશ્રી મુકુંદભાઈ મહેતા, મહામંત્રીશ્રી વિપુલભાઈ વ્યાસ, સુરેશભાઈ હિરપરા, અમરેલી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક સંઘના પ્રમુખશ્રી તુલસીભાઈ મકવાણા, અમરેલી જિલ્લા શૈક્ષિક સંઘ પ્રમુખ રામભાઈ કેશવાળા,વાઘભાઈ, જન્મેજયભાઈ ચૌહાણ તથા સી.આર.સી. વિપુલભાઈ દુધાત બી આર સી તુષારભાઈ જાની સહિતના અગ્રણીઓએ હાજરી આપી બાળ વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધાર્યો હતો.

બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકોના ઉત્સાહવર્ધન અર્થે ગોકુલ જ્વેલર્સવાળા રાજુભાઈ સોની દ્વારા તમામ સ્પર્ધકો તેમજ માર્ગદર્શકોને સુંદર ભેટ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું કુશળ સંચાલન મેહુલભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનને સફળ બનાવવા માટે શાળાના ગણિત-વિજ્ઞાન વિભાગના તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધનવૃત્તિ અને નવીનતાનો વિકાસ કરવાની દિશામાં આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખૂબ જ પ્રેરણાદાયી અને સફળ સાબિત થયું હતું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના તમામ કર્મચારીઓ દ્વારા વિશેષ યોગદાન આપવામાં આવ્યું.

Related Posts