અમરેલી

લાઠી તાલુકા ના પાડરર્શિંગા કુમાર શાળા ના 4 બાળકો રાજ્યની ખેલામહાકુંભ સ્પર્ધામાં અમરેલી જિલ્લા નું પ્રતિનિધિત્વ કરશે

લાઠી તાલુકા ના પાડરર્શિંગા કુમાર શાળા ના 4 બાળકો રાજ્યની ખેલામહાકુંભ સ્પર્ધામાં અમરેલી જિલ્લા નું  પ્રતિનિધિત્વ કરશે અમરેલી જિલ્લા કક્ષા ની ખેલમહાકુંભ U – 14 ભાઈઓ યોગાસન  સ્પર્ધા જિલ્લા  સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ લાલાવદર ખાતે યોજાઈ. 

યોગાસન વ્યક્તિગત ચેમ્પિયનશિપ માં શ્રી પાડરશિંગા કુમાર સરકારી પ્રા. શાળા ના વિદ્યાર્થી  (૧) ડાભી કેવલ સંજયભાઈ અમરેલી જિલ્લા  પ્રથમ નબર અને રિધમીક યોગ દ્વિતીય નબર તેમજ (૨)મકવાણા હર્ષદ સંજયભાઈ રિધમિક યોગ પ્રથમ  નબર અને (૧) મકવાણા પ્રશાંત મહેશભાઈ આર્ટસ્ટિક યોગ પ્રથમ અને (૨)મકવાણા હારીલ નરેશભાઈ આર્ટીસ્ટીક દ્વિતિય નબર પ્રાપ્ત કરી શાળા ,ગામ ગૌરવ વધાર્યું છે. શાળા પરિવાર આચાર્ય શ્રી  સંગીતાબેન ડાભી , ભગીરથસિંહ ગોહિલ, કાજલબેન કમાણી , શ્રુતિબેન શેખડા તેમજ C.R.C. સંજયભાઈ  ગોહિલ , દામનગર -2  પે – સેન્ટર આચાર્ય શ્રી નરેશભાઈ  નરેશભાઈ ડોડીયા  T.P.O શ્રી ગૌરાંગભાઈ જોષી દ્વારા ખેલાડીઓ અને તેમના યોગકોચ ,વિ.સ .મ.શી શિક્ષક શ્રી કમલેશભાઈ  કે તરખાલા ને શુભેચ્છાઓ પાઠવી છે ગૌરવની વાત એ છે.કે જિલ્લા ના 6 ખેલાડીઓ માંથી સૌથી વધુ આ 4 ખેલાડીઓ પાડરર્શિંગા શાળા અને લાઠી તાલુકાના  છે તેમના કોચ કમલેશ ભાઈ  ની અથાગ મહેનત સતત પ્રેક્ટિસ ને લીધે તેઓ ગુજરાત રાજ્ય કક્ષાની ખેલમહાકુંભ ની સ્પર્ધામાં અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

Related Posts