અમરેલી શ્રી અમરેલી જિલ્લા વિદ્યાસભા તથા શાંતાબા મેડીકલ કોલેજ, અમરેલીના સંયુક્ત ઉપક્રમે શહીદ દિનની સ્મૃતિમાં રકતદાન કેમ્પનું આયોજન થયું. તા.૨૭/૩/૨૦૨૬ ને શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ કલાક થી બપોરે ૦૨:૦૦ કલાક સુધી કે. કે. પારેખ કોમર્સ કોલેજ, અમરેલીમાં કોલેજ લાઈબ્રેરી મુકામે શહીદ દિનની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજ, કે. કે. પારેખ કોમર્સ કોલેજ, માતુશ્રી મોંઘીબા મહિલા આર્ટ્સ કોલેજ, મણીબા નર્સિંગ કોલેજ તથા આ કોલેજોના એન.સી.સી., એન.એસ.એસ., સ્પોર્ટ્સ, સાંસ્કૃતિક અને સેલ્ફ ફાયનાન્સ વિભાગોના સ્ટાફ, વિદ્યાર્થી ભાઈઓ-બહેનો અને વહીવટી કર્મચારીશ્રીઓએ બહોળી સંખ્યામાં રકતદાન કરીને શહીદોને અંજલી આપી હતી. રક્તદાન કેમ્પમાં અમરેલી જિલ્લા વિદ્યાસભાના મંત્રીશ્રી ચતુરભાઈ ખુંટની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ઉપરાંત ત્રણેય કોલેજના પ્રિન્સિપાલ શ્રીઓ અને એન.સી.સી. તથા એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રીઓએ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે અમરેલી જિલ્લાના એ.બી.વી.પી.ના કાર્યકર્તાઓએ પણ કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમના સફળ આયોજન બદલ અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખશ્રી અને સર્વોત્તમ શિક્ષણના સ્વપ્ન દ્રષ્ટા શ્રી વસંતભાઈ ગજેરા, મંત્રીશ્રી મનસુખભાઈ ધાનાણી, શ્રી ચતુરભાઈ ખુંટ અને ત્રણેય કોલેજના પ્રિન્સિપાલ શ્રીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.
















Recent Comments