વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી આજરોજ શ્રી ખોડીયાર નગર પ્રાથમિક શાળા ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ સ્થિત એચ.વી.એસ. (H.V.S.) ફાઉન્ડેશન તરફથી પંથકની અનેક શાળાઓને કરોડોની કિંમતનું શૈક્ષણિક વસ્તુદાન અર્પણ કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની મુખ્ય વિગતો:
વિદ્યાર્થીઓને સંપૂર્ણ સ્ટેશનરી: ખોડીયાર નગર પ્રાથમિક શાળાના તમામ બાળકોને આખા વર્ષ દરમિયાન અભ્યાસમાં ઉપયોગી થાય તેવી તમામ જરૂરી સ્ટેશનરી કીટ ફાઉન્ડેશન તરફથી શુભેચ્છા રૂપે આપવામાં આવી હતી.
ડિજિટલ શિક્ષણ માટે સ્માર્ટ ટીવીનું વિતરણ: ગ્રામ્ય વિસ્તારના બાળકો આધુનિક ટેકનોલોજીથી ભણી શકે તે માટે વિવિધ શાળાઓને સ્માર્ટ ટીવી અર્પણ કરાયા હતા:
નાની રાજસ્થળી કેન્દ્રવર્તી શાળા, સાજણાસર શાળા અને ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાને બે-બે સ્માર્ટ ટીવી આપવામાં આવ્યા.
લામધાર પ્રાથમિક શાળા, નાની પાણીયાળી-૧ પ્રાથમિક શાળા અને સોનપરી-૨ પ્રાથમિક શાળાને એક-એક સ્માર્ટ ટીવી ભેટ અપાયા.
હાઈસ્કૂલોને બેન્ચીસની ભેટ: વિદ્યાર્થીઓને બેસવાની સુવિધા માટે ત્રણ હાઈસ્કૂલોને કુલ ૧૦૫ બેન્ચીસ આપવામાં આવી હતી:
એમ. એલ. શાહ હાઈસ્કૂલ, ઠળિયા: ૪૦ બેન્ચીસ
ગોપનાથ માધ્યમિક શાળા, સખવદર: ૩૫ બેન્ચીસ
લાપાળીયા હાઈસ્કૂલ: ૩૦ બેન્ચીસ
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને શાળાના આચાર્યશ્રીઓએ એચ.વી.એસ. ફાઉન્ડેશન, મુંબઈના આ ઉમદા કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે, આવા નિઃસ્વાર્થ સહયોગથી સરકારી શાળાઓ ખાનગી શાળાઓની સમકક્ષ બનશે. સ્ટેશનરી અને આધુનિક સાધનો મળતા બાળકોમાં ભારે આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.


















Recent Comments