અમરેલી

સમસ્ત કકડીયા પરિજનો દ્વારા જરખીયા ગામે ખોડીયાર માતાજી મંદિરે ત્રિ દિવસિય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

લાઠીના જરખીયા ગામે ખોડીયાર માતાજી મંદિરે ત્રિ દિવસિય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે….

અમરેલી જિલ્લા ના લાઠી તાલુકાના જરખીયા ગામે કાકડીયા પરિવાર ના કુળદેવી ખોડીયાર માતાજી અને પિતૃદેવો બેચરબાપા અને જસમતબાપા તેમજ અન્ય દેવતાઓની નવનિર્મિત મંદિર માં મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.29 એપ્રિલ થી 1 મેં સુધી ત્રિ દિવસિય ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

તા.29 એપ્રિલ બુધવારે ગણપતી આવાહિત પુજા,અગ્નિ પ્રાગટ્ય,શોભાયાત્રા,જલયાત્રા અને ગ્રહ શાંતિ,પ્રાસાદ વાસ્તુ કુટીર હોમ,સંધ્યા આરતી અને ધાન્યાધીવાસ યોજાશે,બીજા દિવસે તા.30 એપ્રિલ ગુરુવારે શ્રી સ્વપ્ન ન્યાધિવાસ,પ્રધાન હોમ. 108 ધારા મહા અભિષેક,શિખર પુજન,સારં પુજા અને શૈયાધિવાસ તેમજ તા.1 મેં શુક્રવારે છેલ્લા દિવસે ગણપતિ આવાહન પુજા,નુતન મુર્તિ ગર્ભ ગ્રહ પ્રવેશ, પ્રતિષ્ઠા હોમ, મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા,ધ્વજા રોહણ,રાજોપસાર પૂજન,મહા અભિષેક, અન્નકૂટ,મહાઆરતી,બીડું હોમ થી યજ્ઞ પરિપૂર્ણ થશે મુખ્ય મંદિર સિવાય ગામના પંચની ખોડિયાર મંદિર, પિતૃદેવ બાબુભગતના મંદિરે પણ યજ્ઞ યોજાશે,યજ્ઞમા કાકડિયા પરિવાર ના સેકંડો દંપતિઓ સાથે બેસશે જેમાં ગુજરાત ભરના સંતો મહંતો, રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે ત્રણ દિવસ દરમિયાન જરખીયા  સુરગપરા અને ગોવિંદપરા ગામના અઢારે આલમના પરિવારોને ભોજન પ્રસાદ તેમજ ત્રણે ગામની બેન દિકરીઓને પણ આમંત્રણ આપવામાં આવેલ છે ત્રણે દિવસ દરમિયાન રેડ ક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન તેમજ ત્રણે ગામ ધુમાડા બંધ ભોજન પ્રસાદ ના દાતા સ્વ.ગોબરભાઇ ખીમાભાઇ કાકડીયા પરિવારજનો રહેશે,ઉતારા માટેના રૂમો,હોલ, મુર્તિઓ, સિંહાસન,મંદિરની વસ્તુઓ,બ્રિજ,સોલાર ગિજર,લાઇટ ડેકોરેશન, શણગાર વગરે માટે કાકડિયા પરિવાર ના દાતાઓ એ લાભ લીધેલ છે ,સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આશિર્વચન પાઠવશે, ગુજરાત સરકાર ના અનેક મંત્રીઓ, સંસદસભ્યો, ધારાસભ્યો તેજ રાજકીય મહાનુભાવો આ ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના સાક્ષિ બનશે સમગ્ર આયોજનને સફળ બનાવવા મનુભાઇ ગોબરભાઇ કાકડીયા ના માર્ગદર્શન હેઠળ જરખીયા સુરગપરા ગોવિંદપરા ના કાકડીયા પરિવાર ના યુવાનો ભારે જહેમત ઉઠાવી રહેલ છે તેમજ તમામ પ્રકારની વ્યવસ્થા માટે ત્રણે ગામના યુવાનોની વિવિધ સમિતીની રચના કરવામાં આવેલ છે કંકોત્રી ના સૌજન્ય દાતા રાધે ફેશન જયંતીભાઇ જે.કાકડિયા છે જરખીયા ગામને આંગણે યોજાય રહેલ આ ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યાદગાર બનશે

Related Posts