અમરેલી

સમસ્ત ભૂરખિયા ગામ પરિવાર (સુરત) દ્વારા આગામી ચોથા સ્નેહ મિલન ની ભવ્ય મીટિંગ યોજાય

સુરત સમસ્ત ભૂરખિયા ગામ પરિવાર (સુરત) દ્વારા આગામી ચોથા સ્નેહ મિલન ની ભવ્ય મીટિંગ યોજાય

સુરત મોટા વરાછા સ્થિત ન્યાયકરણ પાર્ટી પ્લોટ ખાતે ૨૪ એપ્રિલના રોજ સાંજ 9:00 કલાકે ‘સમસ્ત ભૂરખિયા ગામ પરિવાર’ની એક વિશેષ મીટીંગ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનો અને વડીલો તેમજ ભુરખીયા દાદા આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ આગામી તારીખ ૧૭/૦૫/૨૦૨૬, રવિવાર ના રોજ “સમસ્ત ભુરખીયા ગામ પરિવાર સુરત” ના ‘ચોથા ભવ્ય સ્નેહ મિલન’ ની જાહેરાત કરવામાં આવી છે.

આ મિટિંગ માં “સુરજભાઈ મિયાણી તેમજ કમિટી “મેમ્બર દ્વારા ખાસ કરીને યુવાનોની નિઃસ્વાર્થ કામગીરી અને દાતાશ્રીઓના અમૂલ્ય સહયોગ ને હૃદયપૂર્વક બિરદાવવામાં આવ્યા હતા. યુવાનોના ઉત્સાહ અને દાતાઓના સપોર્ટથી જ “સમસ્ત ગામ ભુરખીયા પરિવાર સુરત  “ના કાર્યો વેગવંતા બન્યા છે. મીટિંગ મા ગત વર્ષે દિલથી સેવા આપનાર તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરી, આગામી સ્નેહ મિલન માટે કામગીરીની વહેંચણી કરવામાં આવી હતી. સૌના સાથ-સહકારથી આ “સમસ્ત ભુરખીયા ગામ પરિવાર સુરત”નુ ચોથું સ્નેહ મિલન યાદગાર અને ભવ્ય બનશે તેવો નિર્ધાર વ્યક્ત કરાયો હતો.

Related Posts