રાષ્ટ્રીય

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ રોકાઈ હતી તે હોટલમાં ભયંકર આગ ની ઘટના; સદનસીબે કોઈ જાનહાનિ નથી બની

આઈપીએલ ૨૦૨૫માં રમનારી એક ટીમ જે હોટલમાં રોકાઈ હતી ત્યાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી, હૈદરાબાદની ટીમ જે હોટલમાં રોકાઈ હતી, તે હોટલમાં સોમવારે સવારે આગ લાગી હતી. જાે કે, મહત્ત્વની વાત એ છે કે, ટીમના દરેક ખેલાડી સુરક્ષિત છે.
સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ હૈદરાબાદની બંજારા હિલ્સમાં રોકાયા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે હોટલના એક માળ પર આગ લાગી હતી. જાેકે, તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગના કારણે હોટલ અને તેની આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જાેવા મળ્યા હતા.
આ આગ લાગવની ઘટના અંગે સૂત્રો દ્વારા મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, આગ લાગ્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓને બીજી હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આગ લાગ્યા બાદ હોટલની અંદર હાજર લોકો બહારની બાજુ દોડી આવ્યા હતા. મહત્ત્વની વાત એ છે કે, તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડીઓ આવી પહોંચતા આગ પર કાબૂ મેળવી લેતા કોઈ ઈજાગ્રસ્ત થયું નથી.

Related Posts