બોલિવૂડના ખ્યાતનામ અભિનેતા સલમાન ખાન ને ફરીથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈના વરલીમાં સ્થિત પરિવહન વિભાગના વોટ્સએપ નંબર પર એક્ટર માટે ધમકીભર્યા મેસેજ આવ્યા હતા. જેમાં સલમાન ખાનના ઘરમાં ઘૂસી તેને જાનથી મારી નાખવા અને તેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. મેસેજ મળ્યા બાદ વરલી પોલીસ સ્ટેશને અજાણી વ્યક્તિ વિરૂદ્ધ કેસ નોંધી તપાસ હાથ ધરી છે.
બોલીવુડમાં ભાઈજાન ના નામે વખણાતા સલમાન ખાન અને તેમના પરિવાર તરફથી અત્યાર સુધી આ ધમકી મુદ્દે કોઈ પ્રતિક્રિયા મળી નથી. આ ધમકીની હાલ કોઈએ જવાબદારી પણ લીધી નથી. ભાઈજાનના ચાહકો આ સમાચારથી ચિંતિંત થઈ ગયા છે. અગાઉ પણ સલમાન ખાનને મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડે અનેક વખત સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. સલમાન ખાન જીવને જાેખમ હોવાની ધમકીઓ વચ્ચે પણ પોતાનું કામ કરી રહ્યો છે. તેણે પોતાના રોજિંદા જીવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.
મહત્વનું છે કે, આ રમઝાન ઈદ પર ભાઈજાનની સિકંદર ફિલ્મ રિલીઝ થઈ હતી. એ.આર મુર્ગદાસ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં સલમાનની સામે રશ્મિકા મંદાના લીડ હિરોઈનની ભૂમિકામાં હતી. નબળી સ્ટોરી લાઈનના કારણે આ ફિલ્મ ચાહકોને વધુ પસંદ આવી નથી. જેના લીધે તે બોક્સ ઓફિસ પર કોઈ ખાસ રેકોર્ડ બનાવી શકી ન હતી. એકંદરે સલમાન ખાનની આ ઈદી તેના ચાહકોને પસંદ આવી ન હતી.
સલમાન ખાનના ઘરમાં ઘૂસીને મારી નાખવાની ધમકી, વોટ્સએપ પર મેસેજ મોકલ્યો – કહ્યું કારને બોમ્બથી ઉડાવી દઈશું

Recent Comments