અમરેલી

અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને “માય ભારત” અંતર્ગતની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

 અમરેલી જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ અધ્યક્ષ સ્થાને મેરા યુવા ભારત અંતર્ગત જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં યુવાઓને સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી વ્યક્તિત્વ અને નેતૃત્વના ગુણો વિકસે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ યુવાનો અને સરકારી-સામાજિક તકોને જોડતો ડિજિટલ પુલ MY Bharat Portal પર યુવાઓનું મહત્તમ રજીસ્ટ્રેશન તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજે કોલેજો, NSS, NCC, રમતગમત વિભાગયુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સહિતના સંબંધિત વિભાગોને માય ભારત પોર્ટલ સાથે મહત્તમ યુવાનોને જોડવા માર્ગદર્શક સૂચનાઓ આપી હતી. તેમણે આ સઘન નોંધણી ઝુંબેશમાં યુવાનોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે જરૂરી માર્ગદર્શન પણ કર્યું હતું.

આ તકે માય ભારત‘ પોર્ટલ રજીસ્ટ્રેશન અભિયાનના વિશેષ પોસ્ટરનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ પોર્ટલ પર ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથના યુવાનો MY Bharat Portal (www.mybharat.gov.inપર રજીસ્ટ્રેશન કરી શકશે. જેના માધ્યમથી યુવકોને સરકારી સામાજિક તકો વગેરે વિશે જાણકારી મળતી રહેશે.

આ બેઠકમાં જિલ્લામાં માય ભારતની અંતર્ગતની વિવિધ પ્રવૃત્તિઓ પણ સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન જિલ્લા યુવા અધિકારી શ્રી મયંક ભદૌરીયાએ ભારત સરકારના રમતગમત મંત્રાલય અંતર્ગતના માય ભારત પોર્ટલના ઉદ્દેશ્યોવિઝન અને યુવાનોના સર્વાંગી વિકાસમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કેઆ પોર્ટલ યુવાનોને સ્વયંસેવાનેતૃત્વ વિકાસકૌશલ્ય વિકાસરાષ્ટ્ર નિર્માણ અને વિવિધ સરકારી યોજનાઓ તથા તકો સાથે જોડવાનું એક સશક્ત માધ્યમ છે. વધુમાંતેમણે વિભાગો વચ્ચે સંકલન પર ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં IAS અધિકારી સુશ્રી હર્ષિતા ગોયલજિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી કે.જે. જાડેજાલીડ બેંક મેનેજરજિલ્લા સમાજ કલ્યાણ અધિકારીજિલ્લા રોજગાર અધિકારી, NSS, NCC, જિલ્લા યુવા વિકાસ અધિકારીજિલ્લા રમત વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગોના જિલ્લા સ્તરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

Related Posts