અમરેલી જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.
જિલ્લા કલેકટર કચેરીના ખાતે જિલ્લા મળેલી આ બેઠકમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય સર્વે શ્રી હીરાભાઈ સોલંકી, શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જનકભાઈ તળાવીયા તરફથી રજૂ થયેલા સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રીએ સમયમર્યાદામાં નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ સાથે તેમણે પ્રશ્નોના ઉકેલ સંદર્ભે અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પણ કર્યું હતું.
આ બેઠકમાં પીવાના પાણી, નેશનલ હાઈવે ઓથોરિટી હેઠળના માર્ગોની મરામત, જમીન સંપાદન, વનીકરણ, ગૌચરની જમીન નીમ કરવી, આધાર કાર્ડની કીટ કાર્યરત કરવા, વિકાસલક્ષી કામો, માર્ગ અને મકાન સહિતના પ્રજાલક્ષી પ્રશ્નોના નિવારણ માટે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રશ્નો સંદર્ભે સંબંધિત અધિકારીઓએ જવાબ રજૂ કર્યા હતા.
આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્રની પરસ્પર કચેરીઓ વચ્ચેના વહીવટી સંકલન સાધવા માટે જરૂરી પરામર્શ પણ કરવામાં આવ્યો હતો. આ બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટર શ્રી દિલીપસિંહ ગોહિલે કર્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જાડેજા સહિત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિના સભ્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


















Recent Comments