‘ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશન‘ અંતર્ગત જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનની બેઠકનું આયોજન અમદાવાદ જિલ્લા સેવા સદન ખાતે કરાયું હતું. આ બેઠકનું આયોજન અમદાવાદ કલેક્ટર શ્રી સુજીત કુમારના અધ્યક્ષસ્થાને કરાયું હતું. જેમાં સ્વચ્છ ભારત મિશન અને જલ-જીવન વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથેજ સ્વચ્છતાને ધ્યાન રાખીને ગ્રામ પંચાયતોમાં શૌચાલય બનાવવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી, સભ્ય સચિવશ્રી તેમજ અન્ય વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ કલેક્ટર શ્રી સુજીત કુમારના અધ્યક્ષસ્થાને બેઠક મળી

Recent Comments