અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ સરકારી તેમજ ખાનગી શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયેલો આ નિર્ણય આવકારદાયક છે, પરંતુ આ જ નિર્ણય પાછળ એક કડવી વાસ્તવિકતા એ પણ સામે આવી છે કે શિક્ષકો માટે આવી કોઈ રાહત કે સ્પષ્ટતા કરવામાં આવતી નથી. જે શિક્ષકો વિદ્યાર્થીઓને જીવન અને શિક્ષણના પાઠ ભણાવે છે, શું તેમના જીવનની કોઈ કિંમત નથી? એવો સવાલ આજે શિક્ષણ જગત અને બુદ્ધિજીવીઓમાંથી ઉઠી રહ્યો છે.
શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર થયા બાદ પણ શિક્ષકોને શાળાએ પહોંચવા માટે ફરજ પાડવામાં આવે છે. મોટા શહેરો કે ગ્રામ્ય વિસ્તારોમાં નોકરી કરતા શિક્ષકોએ દરરોજ ૪૦ થી ૪૫ મિનિટ સુધીનું અંતર કાપીને જવું પડે છે. ભારે વરસાદમાં બે-ત્રણ સિટી બસ બદલીને કે જળબંબાકાર થયેલા રસ્તાઓ પર પોતાના વાહનો ચલાવીને જવું પડે છે.
ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ જોખમી બને છે, જ્યાં કોઝવે કે નદી-નાળા છલકાઈ જવાથી રસ્તાઓ બંધ થઈ જાય છે. આવા સમયે પણ શિક્ષકો પાસે કોઈ વિકલ્પ રહેતો નથી અને તેમણે જીવના જોખમે શાળાએ પહોંચવું પડે છે.
સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ઊંચું, પણ વાસ્તવિકતામાં ઉપેક્ષા?
આપણી ભારતીય સંસ્કૃતિમાં ગુરુને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશથી પણ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ સવાલ એ થાય છે કે શું ગુરુ પ્રત્યેનો આ આદર માત્ર ‘ગુરુપૂર્ણિમા’ ઉજવવા પૂરતો જ સીમિત રહી ગયો છે? એક શિક્ષક સમાજમાં અનેક બાળકોમાં જ્ઞાનનો પ્રકાશ પાથરે છે, પરંતુ જ્યારે કુદરતી આપત્તિ વખતે તેમની સુરક્ષાની વાત આવે છે ત્યારે શાસન અને તંત્ર મૌન સેવી લે છે.
શિક્ષણ જગતના નિષ્ણાતો અને શિક્ષક પ્રતિનિધિઓનું માનવું છે કે:
જ્યારે હવામાન વિભાગની અતિભારે વરસાદની ચેતવણી હોય અને રસ્તાઓ બંધ હોય, ત્યારે વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો માટે પણ ‘Work from Home’ કે ઓનલાઈન કામગીરી અથવા પૂર્ણ રજાની સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવી જોઈએ.
જો સ્થિતિ અનુકૂળ ન હોય તો શિક્ષકોને સ્થાનિક કક્ષાએ સુરક્ષિત રહેવાની છૂટ આપવી જોઈએ.
તંત્રે એ વાત સમજવાની જરૂર છે કે જો બાળકોનું ભવિષ્ય કિંમતી છે, તો એ ભવિષ્ય ઘડનારા શિક્ષકોનું જીવન પણ એટલું જ અણમોલ છે.
https://meet.google.com/call?authuser=0&hl=en&mc=KAIwAZoBFDoScGludG9fZGd1aHZlanMxdWxhogE3MgJQADoCEAFKBAgBEAFaAggAagIIAXICCAF6AggCiAEBkgECEAGaAQQYASAAogECEADiAQIIALIBBxgDIAAqATDCAQIgAdgBAQ&origin=https%3A%2F%2Fmail.google.com&iilm=1785590279155



















Recent Comments