અમરેલી યુવાનો માટે પ્રેરણાત્મક યુવાન નાનો પણ રાય નો દાણો સુકલડકી કાયા ધરાવતા મહેશ ભુવા એ સોશ્યલ મીડિયા ના માધ્યમ થી કરોડો ની રકમ લાભાર્થી ઓના બેંક એકાઉન્ટ માં પહોંચાડનાર સુરત મૂળ સૌરાષ્ટ્ર ના અમરેલી જિલ્લા ના કુંકાવાવ ના મહેશભાઈ ભુવા એવા વિરલ વ્યક્તિત્વ છે, જેમણે હંમેશા પોતાની નિ:સ્વાર્થ સેવાઓ દ્વારા હજારો લોકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. તેમના માટે સેવા કોઈ કાર્યક્રમ નથી, કોઈ પ્રસિદ્ધિ મેળવવાનું સાધન નથી અને કોઈ દેખાડાનો વિષય પણ નથી પણ સેવા તેમના જીવનનો સ્વભાવ છે. તેમની સંસ્કાર યાત્રાનો અભિન્ન ભાગ છે.
કોઈ દર્દી હોસ્પિટલના ખર્ચ સામે નિરાધાર બને ત્યારે સહાય માટે સૌથી પહેલાં આગળ આવનાર હાથ મહેશભાઈનો હોય છે અને દર્દી ઓના બેંક ખાતા માં જ સીધા કરોડો રૂપિયા એકત્ર કરી બતાવ્યા છે
પોતાના કે પરિવાર ના સભ્યો ના જન્મદિવસ ની ઉજવણી પણ અતિ જરૂરિયાતમંદ વ્યક્તિ અને પરિવારો સાથે જ ઉજવવા નું જ પસંદ કરે છે. તાજેતર માં 7 મી જૂન ના રોજ તેમનો 32 મો જન્મદિન ઉજવ્યો હતો જેમાં જીવન જ્યોત બ્લડ બેંક ના સથવારે રક્તદાન કેમ્પ તથા બાળ વય થી પુખ્ત વયના બાળકો ની સામાન્ય થી જટિલ અને ગંભીર બીમારી નું નિઃશુલ્ક સચોટ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો આ આરોગ્ય સેવા માં સુરત ના નામાંકિત સ્પેશિયલ અને સુપર સ્પેશિયાલિસ્ટ નિષ્ણાંત ડોક્ટરો જોડાયા હતા. 20 થી વધુ નિઃસહાય અને નિરાધાર પરિવારો ને રાસન કીટ અર્પણ કરવામાં પણ આવી હતી. હાલમાં ઉનાળા ની ગરમી હોવા છતાં મન મૂકીને રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા અને જોતજોતામાં માત્ર ચાર કલાક ના કેમ્પ માં કુલ મળીને 199 બ્લડ યુનિટો એકત્ર થઈ ગઈ હતી તમામ રક્તદાન ની સેવા બદલ રક્તદાતા ઓને સન્માન પત્ર અને પ્રોત્સાહન પૂરું પાડવા અદકેરી ભેટ આપી સન્માનિત કર્યા હતા.
આજના સમયમાં જ્યાં સ્વાર્થ, સ્પર્ધા અને વ્યક્તિગત લાભજીવનનું કેન્દ્ર બની રહ્યા છે, ત્યાં મહેશભાઈ ભુવા જેવા લોકો બીજાના સુખને પોતાના સુખ સમજી જીવવાનું પસંદ કરે છે.
શ્રી મહેશભાઈ ભુવા માત્ર એક વ્યક્તિત્વ નથી કે માત્ર એક સહાયક દાતા નથી કે માત્ર એક સામાજિક કાર્યકર નથી પરંતુ તેઓ માનવતા, કરુણા અને સેવાભાવનો જીવંત ચહેરો છે.
તેમનું જીવન સમાજ માટે એક સંદેશ છે કે સાચી સફળતા બેંકના ખાતામાં નહીં, પરંતુ લોકોના દિલમાં વસવામાં છે.
આવા સેવાભાવી, સંવેદનશીલ અને પ્રેરણાદાયી વ્યક્તિત્વો આખા સમાજની સાચી મૂડી છે. તેઓ કાલે પણ પ્રેરણા હતા, આજે પણ પ્રેરણા છે અને આવનારી પેઢીઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
શ્રી મહેશભાઈ ભુવા જેવા વિરલ વ્યક્તિત્વને જન્મદિવસ ની હજારો લોકો ના આશીર્વાદ અને શુભેચ્છાઓનો ધોધ વરસ્યો હતો


















Recent Comments