ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, જયાં જયાં નજર મારી ઠરે, યાદ ભરી ત્યાં આપની, રે પંખીડા સુખથી ચણજો ગીતવા કાંઈ ગાજો, તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, મ્હાણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું, પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી ? સૌંદર્યો વેડફી દેતા ના, ના, સુંદરતા મળે, સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે, હમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારાઓ, નથી નથી મુજ તત્વો વિશ્વથી મેળ લેતા હૃદય મમ: ઘડાયું અન્ય કો વિશ્વ માટે આવી અનેક કવિતાઓ અને પંક્તિઓના સર્જક કવિ કલાપીને આજે બહુ ભાવપૂર્વક યાદ કરીને અંજલિ આપવામાં આવી તેમની અદભુત્ત કવિતાનું ભાવપૂર્ણ પઠન કરવામાં આવ્યું….
કવિ કલાપિની પુણ્યતિથિ નિમિત્તે રાજકોટ નિવાસી તેઓના પ્રપૌત્ર આદરણીય નેકનામદાર ઠાકોરસાહેબ ઓફ લાઠી શ્રી કિર્તીકુમારસિંહજી ગોહિલના તેમના રાજકોટના નિવાસસ્થાન લાઠી હાઉસ ખાતે સંસ્થાના સભ્યો અને કલાપીના ચાહકોએ રૂબરૂ જઈને ઠાકોરસાહેબનું અને રાણીસાહેબા ઉષાબાનું ભાતીગળ તેમજ પરંપરાગત રીતે સન્માન કરવામાં આવ્યું અને રાજવી પરિવાર અને કલાપીની યાદો અને સંસ્મરણો વાગોળવામાં આવ્યા…
કલાપી એ સૌરાષ્ટ્રનું ઘરેણું છે, અલ્પ આયુષ્યમાં તેમણે ગુજરાતી ભાષા અને સાહિત્યને પોતાની કલમથી રળિયાત કર્યું છે, ગુજરાતના નવયુવાનોને પ્રેરણા અને નૈતિકતાપૂર્ણ પ્રેમનું મહત્વ સમજાવ્યું છે, આયુષ્યભર તેઓ સત્ય પ્રેમ કરુણા અને જ્ઞાનને પામવા મથ્યા હતા અને વિશ્વ્ સૌંદર્યને પામવા પણ તેમણે અનેક પ્રયત્નો કર્યા હતા અને પોતાના જીવનમાં બનતી ઘટના અને પ્રસંગો માંથી શુદ્ધ અનુભૂતિજન્ય ચૈતન્યને તેમણે પોતાની કવિતામાં આલેખ્યું છે…
કવિઓ સર્જકો પોતાની અનુભૂતિને એવી સુંદર રીતે આલેખીને સિધાવે છે કે દેહાવસાન પછી પણ તેઓ શબ્દદેહે ચિરકાળ સુધી જિવંત રહે છે, કલાપીની કવિતાઓ સમયકાળને ઠોકર મારીને આગળ વધી ગઈ અને તેમના આવસાનના 126 વર્ષ પછી પણ આપણને આનંદ અને નવી સમઝણ આપે છે….
આ યાદગાર કાર્યક્રમમાં શ્રી વસંતભાઈ ગદેશા, શ્રી મુકેશભાઈ દોશી, શ્રી અનુપમભાઈ દોશી, શ્રી જનાર્દન આચાર્ય
સાહિત્ય સેતુ – રાજકોટ પરિવારના સભ્યો અને કલાપીના ચાહકો ઉપસ્થિત રહ્યા હતા અને કવિ કલાપીને અંજલિ આપી હતી.


















Recent Comments