ગુજરાત

તારપરા પરિવાર ના સ્વ જીવીબેન નું રેડક્રોસ સુરત અને લોકદ્રષ્ટિ ચક્ષુબેંકને દેહદાન અને ચક્ષુદાન અર્પણ કરવામાં આવ્યું સુરત સમગ્ર મેડિકલ ટિમ દ્વારા તારપરા પરિજન ના સરાહનીય થી આભાર દર્શન વ્યક્ત કર્યો

સુરત જીવન પર્યન્ત જીવંત રહેતું પરમાર્થ કરતા વાત્સલ્ય મૂર્તિ તારપરા સ્વ જીવીબેન સમાજ માટે ઉત્તમ ઉદારણ સદગત ના પુત્ર રત્ન શાંતિભાઈ તારાપરા કે જેઓ સિમેન્ટ તેમજ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમના માતૃશ્રી જીવીબેન રવજીભાઈ તારપરા ઉંમર વર્ષ 105 નું દુઃખદ તેમનું દેહાંવસાન થતાં માનવતા વાદી ડો પ્રફુલભાઈ શિરોયા નો સંપર્ક કરીને પરિવારની હાજરીમાં ખીમજીભાઇ રવજીભાઈ તારપરા, રાજેશભાઈ ખીમજીભાઇ તારપરા,ધાર્મિ તારપરા,મિત તારપરા નયનભાઈ ખીમજીભાઈ તારપરા,મન તારપરા ,દયાબેન પરેશકુમાર ગીણોયા શાંતિલાલ રવજીભાઈ તારપરા,કાર્તિક શાંતિલાલ તારપરા, કેશવી  તારપરા, કૃપા તારપરા ,જય શાંતિલાલ તારપરા ,સિયા તારપરા રમેશભાઈ રવજીભાઈ તારપરા જીગર રમેશભાઈ તારપરા – ધર્વ તારપરા,હિરલ શિવેસ પટેલ,ચમનકુમાર અજીભાઈ તારપરા, બ્રિજેશ ચમનલાલ તારપરા,રોશન ચમનલાલ તારપરા .ચક્ષુદાન તેમજ દેહદાન કરાવ્યું

ડો સિરોયાએ જણાવ્યું હતું કે શાંતિભાઈ તારપરા કે જેઓ અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે પોતાના ધંધા વ્યવસાય સાથે જરૂરિયાતવાળા વ્યક્તિઓને કઈ રીતે ઉપયોગી થઈ શકે તેવી તેમની કાયમ માટે ભાવના હોય છે રક્તદાન નેત્રદાન દેહદાન અંગદાન જાગૃતિ અભ્યાનો પણ પોતાના ધંધા વ્યવસાયના સ્થળ પર લોકોને પ્રેરણા આપે છે સ્વ જીવીબેન નું ચક્ષુદાન લોક દૃષ્ટિ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું તેમજ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દેહની આંતરીક રચના શીખવા માટે નડિયાદ ની એન. ડી .દેસાઈ મેડિકલ કોલેજ અને રીસર્ચ સેન્ટર ને શરીરની રચના વિભાગના ડો જયન ગોડા અને ડો અક્ષય તડવી ને અર્પણ કરવામાં આવ્યું સ્વર્ગસ્થને ડો ભાવિન શિરોયા, દિનેશભાઈ જોગાણી જનરલ સર્જન ડો ભરત સોનાની, સામાજિક આગેવાન ડો  મનોજ વઘાસિયા લાયન્સ ક્લબ સુરત ઈસ્ટના જગદીશભાઈ ગોદરા, કિશોરભાઈ માંગરોળીયા રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટ ના પ્રમુખ કિરીટ પટેલ ,મંત્રી હિતેશ વેકરીયા ,શુભમ એલીગન્સના રહેવાસીઓ હરીપર ગામના રહેવાસીઓ અને તારપરા પરિવાર તેમજ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી વિચારો થી ઉન્નત સમગ્ર તારપરા પરિજનો પ્રત્યે મેડિકલ ટીમે આભાર દર્શન પ્રગટ કર્યા હતા માનવતા વાદી સરાહનીય નિર્ણય થી અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓ એ તારપરા પરિજનો ની જાગૃતિ ની સરાહના કરી હતી  

Related Posts