તા. 23/02/2025ના રોજ સાંજના 5:45 કલાકે સર ટી જનરલ હોસ્પિટલ ના પ્રસૂતિ વિભાગ માં જન્મેલું 1.4 કિલો વજન નું , સમય પહેલા જન્મેલું પુરુષ જાતિ નું બાળક જે બેબી ઑફ ટીનીબેન મુકેશભાઈ નાયક તરીકે રજીસ્ટર હતો, તેને વાડી વિસ્તાર, પાલીયદ (જિ. બોટાદ)થી અમારી સર ટી જનરલ હોસ્પિટલ, ભવનગરની NICU માં દાખલ કરવામાં આવ્યો હતો. શરુઆતથી જ બાળકની માસી એ – શાર્દાબેને તેની સંભાળ લીધી હતી, પરંતુ 4 માર્ચ 2025 પછી તેઓ બાળકને હોસ્પિટલમાં મુકીને ચાલ્યા ગયા હતા અને બાળક ત્યજી દીધેલા હાલતમાં જ હોસ્પિટલ ના NICU વિભાગ માં ત્યજી દેવાયું હતું.
આ બાબતે તરત જ બાળ આરોગ્ય વિભાગ ના વડા ડો.મેહુલ ગોસાઈ અને તેની ટીમ દ્વારા હોસ્પિટલ ના સત્તાધીશ અધિકારીશ્રીઓ, પોલીસ વિભાગ, ચાઈલ્ડ પ્રોટેકશન ઓફિસર, તાપીબાઈ વિકાસ ગૃહ ના મેનેજર, બાળ સુરક્ષા અધિકારી અને જિલ્લા ની ચાઈલ્ડ વેલફેર કમિટીને જાણ કરી કરવામાં આવી હતી.
આ બાળકને સર ટી જનરલ હોસ્પિટલ ની બાળ આરોગ્ય વિભાગ ની NICU ની તજજ્ઞ ટીમ દ્વારા ઓક્સિજન સપોર્ટ, CPAP, એન્ટિબાયોટિક્સ, અન્ય જરૃરી દવાઓ, આર.ટી. ફીડિંગ અને સ્પૂન ફીડિંગ સહિતની તમામ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ ગાઇડલાઇન મુજબ સારવાર આપી શ્રેષ્ઠ રીતે સારવાર આપવામાં આવી હતી.
તા :12/05/2025ના રોજ, જન્મના 78મા દિવસે જ્યારે બાળકનું વજન 2.34 કિલો થઈ ગયું છે અને તે સંપૂર્ણ સ્વસ્થ છે, ત્યારે તેને તમામ કાયદાકીય અને ઔપચારિક પ્રક્રિયાઓને અનુસરીને ભવનગરના માનનીય કલેક્ટર શ્રી મનીષકુમાર બન્સલ સાહેબની હાજરીમાં, ચાઈલ્ડ વેલફેર કમિટીને સોંપવામાં આવ્યું છે.
આ પ્રસંગે ડીન ડો.સુશીલ ઝા, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો.ચિનમય શાહ, આર.એમ.ઓ. ડો.તુષાર અદેસરા તથા ચાઈલ્ડ વેલફેર કમિટીના સભ્યો ઉપેન્દ્રસિંહ ડોડિયા, રામદેવસિંહ ગોહિલ, પ્રભાબેન પટેલ, અપાલાબેન ઉપાધ્યાય અને ટીમ ના તમામ સભ્યો હાજર રહ્યા હતા.
કલેક્ટર સાહેબે આ માનવીય દ્રષ્ટિકોણ સાથે કરેલ અદભુત કાર્ય માટે સર ટી હોસ્પિટલ તેમજ NICU ની સમગ્ર ટીમ ને વિશેષ પ્રશંસા આપી હતી અને NICU ના નર્સિંગ સ્ટાફ શિલ્પા બારૈયાની, કે જેમણે આ બાળ દર્દીની સેવાભાવી ભાવનાથી ઉચિત રીતે સંભાળ લીધી અને આ પ્યારા બાળકને “ધ્યેય” નામ પણ આપ્યું.
આ સેવાકાર્ય ડો. મહુલ ગોસાઈ (વિભાગીય વડા), ડો. અલ્પા પારેખ,ડો.અરવિંદ કુચા(NICU ઇન્ચાર્જ), ડો.કમલેશ ઉનડકટ ડો.ચંદન નરવાણી,ડો. આનંદ ઘોઘાવાળા, ડો.મેહુલ પટેલિયા, ડો.ડિમ્પલ શ્રીધરાણી, ડો.હરદેવસિંહ મોરી, ડો. શિપ્રા અગરવાલ, ડો.હીનલ ગુજરાતી, ડો.આરાધના બા ગોહિલ, ડો. નીલી મહેતા, NICU મેડિકલ ઓફિસર ડો. સંગીતાબેન કોડિયાતર, નર્સિંગ હેડ સુશીલાબેન રબારી, તમામ NICU નર્સિંગ સ્ટાફ અને અન્ય સહાયક સ્ટાફના નિઃસ્વાર્થ અને સતત પ્રયત્નોથી જ આ શક્ય બન્યું છે.
Recent Comments