પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” ઉત્સવના પગલે આ દેવભૂમિ પર ચોમેર ઉમંગ અને ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. આ પર્વ સાથે સોમનાથ ક્ષેત્રમાં અનેક ઈતિહાસ પણ રચાવા જઈ રહ્યા છે. પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર ૧૧ તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે.
આ તકે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિશેષ જહેમત દ્વારા તૈયાર કરવામાં આવેલા આ કુંભ વિશેની જાણકારી મેળવવી પણ રોચક બની રહેશે.
આ કુંભ ૧,૧૦૦ લીટર પાણી સમાવવાની ક્ષમતા ધરાવે છે અને એટલે કે તે કુલ ૧.૮૬ મેટ્રિક ટન એટલે કે, ૧,૮૬૦ કિ.ગ્રા.નો કળશનો થશે. જેમાં કળશનું વજન ૭૬૦ કિ.ગ્રા. છ. આ કળશની કુલ ઊંચાઈ ૮ ફૂટ છે.
માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી પી.આર.પટેલિયા,
ડી.કે. સોલંકી, એસ.ડી. મકવાણા અને ગીર સોમનાથ જિલ્લાના કાર્યપાલક ઇજનેર શ્રી ચારણીયા સાહેબના માર્ગદર્શનમાં દિવસ-રાત મહેનત કરીને માર્ગ-મકાન વિભાગે આ કળશ તૈયાર કરેલો છે. આ કળશમાંથી ત્રણ મિનિટમાં કળશમાં રહેલું પાણી રિમોટ દ્વારા સેન્સરથી અભિષેકરૂપે મંદિર પર પ્રક્ષાલિત થશે.
આ દરમિયાન મંદિર બહાર ક્રેનથી વિશાળ કુંભ ૯૦ મીટર ઊંચાઈ પર મંદિરના શિખર સુધી લઈ જવાશે. ૧૧ તીર્થોના પવિત્ર જળ ભરેલા આ કુંભથી મંત્રોચ્ચાર સાથે શિખર પર અભિષેક કરવામાં આવશે.
પુનઃ:નિર્મિત સોમનાથ મંદિરના ઈતિહાસમાં પહેલીવાર શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે. સામાન્ય રીતે
દેશના દક્ષિણના રાજ્યોમાં આ પરંપરા જોવા મળે છે. જ્યાં મોટેભાગે ૧૦-૧૨ વર્ષે મંદિરના શિખર પર અભિષેક કરીને શુદ્ધિકરણ કરવામાં આવે છે. પરંતુ સોમનાથ આવી ઘટનાનું પ્રથમવાર સાક્ષી બનવા જઈ રહ્યું છે.
















Recent Comments