અમરેલી

વિધવા અને વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓની હયાતીની ખરાઈ માટે અમરેલી શહેરમાં તા. ૦૩ થી ૦૫ જૂન દરમિયાન કેમ્પ યોજાશે

રાજ્ય સરકારની વિધવા સહાય અને વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી આવશ્યક છે. લાભાર્થીઓને એક સ્થળે હયાતીની ખરાઈ કરાવવાની સુવિધા મળી રહે તેવા હેતુથી અમરેલી શહેરમાં આગામી તા. ૦૩થી ૦૫ જૂન દરમિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં લાભાર્થીઓએ આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. કેમ્પ તા. ૦૩ જૂનના રોજ જનસેવા કેન્દ્રબુરહાની સ્ટીલ સામેકુંકાવાવ રોડઅમરેલી ખાતેતા. ૦૪ જૂનના રોજ સીવિક સેન્ટરજેસીંગપરાઅમરેલી ખાતે અને તા. ૦૫ જૂનના રોજ સદ્દભાવના ગૃપની ઓફિસચાંદની ચોકઅમરેલી ખાતે યોજાશે. કેમ્પનો સમય સવારે ૮.૦૦થી ૧૦.૦૦ કલાક અને સાંજે ૫.૦૦ થી ૭.૦૦ કલાક રાખવામાં આવ્યો છે.

આ યોજનાના લાભાર્થીઓને હયાતીની ખરાઈ કરાવવા માટે કેમ્પનો લાભ લેવા માટે મામલતદારશ્રીઅમરેલી શહેર એ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts