ઔદ્યોગિક તાલીમ સંસ્થા અમરેલી ખાતે નવા શૈક્ષણિક સત્ર માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિવિધ ૨૪ ટ્રેડના અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા હાલ શરૂ છે.
પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ઇલેક્ટ્રીશીયન, વાયરમેન, કેમિકલ, ઇન્ફોર્મેશન ટેક, ડ્રાફ્ટમેન, સિવિલ રેફ્રિજરેશન, કોમ્યુટર, વેબ ડિઝાઇન, મશીનિષ્ટ, ટર્નર, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ફીટર, મિકેનિક મોટર વ્હીકલ, ડીઝલ મિકેનિક, વેલ્ડર, પ્લમ્બર, આર્મેટર, ટુ વ્હીલ રીપેરર, સર્વેયર, બ્યુટી પાર્લર, સીવણ, ટ્રેડમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ છે.
રાજ્ય સરકાર દ્વારા સંચાલિત આ સંસ્થા ખાતે મહિલા, એસ.સી, એસ.ટી, દિવ્યાંગ અને એક્સ આર્મીમેન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનિઓને નિ:શુલ્ક પ્રવેશ મળે છે. જ્યારે જનરલ અને બક્ષીપંચ ભાઈઓને માસિક ૧૦૦ રૂ ફીમાં તાલીમ માટે પ્રવેશ મેળવવાની તક છે.
વિવિધ કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ https://itiadmission.gujarat.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તા. ૨૩.૦૬.૨૦૨૬ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલી ન પડે તે માટે આઈ.ટી.આઈ. અમરેલી કેમ્પસ ખાતે એક નિઃશુલ્ક ‘હેલ્પ સેન્ટર‘ કાર્યરત કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ઘરે બેઠા જ પોતાના જરૂરી તમામ દસ્તાવેજો (Documents) સંસ્થાના સત્તાવાર વોટ્સએપ નંબર (૯૪૨૯૦ ૯૮૧૬૮) પર મોકલીને વિનામૂલ્યે પોતાનું ફોર્મ ભરાવી શકશે, તેમ આચાર્યશ્રી, આઈ.ટી.આઈ અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.















Recent Comments