fbpx
રાષ્ટ્રીય

માલદીવ વિવાદ પછી, ભારત સરકારનું ધ્યાન લક્ષદ્વીપને મુખ્ય પ્રવાસન સ્થળ બનાવવા પર..

લક્ષદ્વીપને મુખ્ય પ્રવાસન બનાવવાના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકાર લક્ષદ્વીપ ટાપુ સમૂહમાં ૮ મોટા પ્રોજેક્ટ્‌સ સ્થાપવા જઈ રહી છે કેન્દ્ર સરકાર લક્ષદ્વીપને મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની યોજના બનાવી રહી છે. મોદી સરકારનો ઉદ્દેશ્ય લક્ષદ્વીપને માલદીવનો વિકલ્પ બનાવવાનો છે. લક્ષદ્વીપને એક ઉત્કૃષ્ટ પ્રવાસન સ્થળ બનાવવા માટે, અહીં બંદર અને શિપિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે ૮ મોટા પ્રોજેક્ટ્‌સનું આયોજન કરવામાં આવ્યું છે. ટાપુઓમાં કનેક્ટિવિટી અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે રૂ. ૩,૬૦૦ કરોડનું રોકાણ કરવાની યોજના છે. એવી અપેક્ષા છે કે આનાથી લક્ષદ્વીપની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર વધારો થશે.

વડાપ્રધાન મોદીએ પોતે લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી, જેનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. હવે એક વર્ષ બાદ કેન્દ્ર સરકારે પ્રવાસીઓ માટે લક્ષદ્વીપની કનેક્ટિવિટી વધારવાનો ર્નિણય લીધો છે. ખાસ કરીને માલદીવ જેવા દેશોને ટક્કર આપવા માટે ૮ મોટા પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી છે. આ યોજનાઓના અમલીકરણ પછી, લક્ષદ્વીપ એક મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવશે. પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે, અહીં એક પ્રોજેક્ટ કોચીથી લગભગ ૪૦૭ કિલોમીટરના અંતરે સ્થિત છે. તેનું નામ કદમથ દ્વીપ છે. તેના પૂર્વ અને પશ્ચિમ છેડે સુવિધાઓ વિકસાવવાની યોજના છે, જેનો ખર્ચ અંદાજિત ૩૦૩ કરોડ રૂપિયા છે.

આ સિવાય મોટા જહાજાેને હેન્ડલ કરવા માટે કાવારત્તી, અગાટી અને મિનિકોય ટાપુઓનું વિસ્તરણ, ક્રૂઝ જહાજાેને પણ હેન્ડલ કરવાની ક્ષમતા, એન્ડ્રોથ બ્રેકવોટરનું નવીનીકરણ સામેલ છે. લક્ષદ્વીપ ભારતનો એક નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. આ ટાપુ જૂથ પરવાળાના ટાપુઓ અને ખડકો માટે જાણીતું છે. તે લગભગ ૩૨ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે અને લગભગ ૪,૨૦૦ ચોરસ કિલોમીટરના દરિયાઈ વિસ્તારથી ઘેરાયેલું છે. લક્ષદ્વીપમાં ૧૦ ટાપુઓ, ૧૭ ર્નિજન ટાપુઓ, ઘણા જૂના ટાપુઓ, ૪ નવા ટાપુઓ અને ૫ ડૂબી ગયેલા ખડકો છે. આ તમામ ટાપુઓ કેરળના પશ્ચિમ કિનારાથી ૨૨૦ થી ૪૪૦ કિલોમીટરના અંતરે અરબી સમુદ્રમાં ફેલાયેલા છે.

Follow Me:

Related Posts