વિડિયો ગેલેરી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લેતા એર માર્શલ તેજિન્દર સિંહ

ગાંધીનગર સ્થિત દક્ષિણ પશ્ચિમ વાયુ કમાનના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ તેજિન્દર સિંહ (PVSM, AVSM, VM) એ આજે ગાંધીનગરના લોકભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

​રાજ્યપાલશ્રીએ એર માર્શલ શ્રી તેજિન્દર સિંહને આ મહત્વની જવાબદારી સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મુલાકાત દરમિયાન ગુજરાતની સરહદી સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપનમાં વાયુ સેનાનો સહયોગ અને દેશના સૈન્ય સામર્થ્ય જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યપાલશ્રીએ ભારતીય વાયુ સેનાના જવાનોની બહાદુરી અને નિષ્ઠાને બિરદાવી હતી.

Related Posts