અમરેલીમાં ગુજરાત સરકાર દ્વારા, રાજય કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઈ રહી છે. એ નિમિતે બે દિવસ સુધી મુખ્યમંત્રીશ્રીના ભરચક કાર્યક્રમો વચ્ચે અનુકંપા ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાય રહેલ “ટુ વ્હીલર ફોર ટુ” અભિયાન સમાજના વિવિધ સ્તરે ઝડપથી પ્રસરી રહ્યું છે.
બાઈક કે સ્કુટર પર એકલી જતી વ્યક્તિ રસ્તા પર ચાલતાં વ્યક્તિને લીફ્ટ ઓફર કરે કે રસ્તાપરની વ્યક્તિ સ્કુટર ચાલક પાસે લીફ્ટ માંગે એ બન્ને ઘટનાઓ સમાજમાં ખુબજ સ્વાભાવિક અને સ્વીકૃત ઘટના તરીકે સ્વીકારાય એ પ્રકારનું વાતાવરણ ઉભું કરવા અનુકંપા ફાઉન્ડેશનના પ્રણેતા ડો. ભરત કાનાબાર દ્વારા ટુ વ્હીલર ફોર ટુ નો તદ્દન નવો વિચાર અપાયો છે. એક સામાન્ય લાગતો આ વિચાર ઝડપભેર સમાજમાં વાયરલ થઈ રહ્યો છે, જેને Gen Z દ્વારા અદનામ સામીના ખુબજ લોકપ્રિય ગીત “લીફટ કર દે” સાથે જોડી ઈન્ટાગ્રામ અને વોટસએપમાં મેસેજો ફરતા કરવામાં આવી રહયા છે.
ભુતકાળમાં ૨૦૦૮માં ગુજરાત સ્થાપના દિન નિમિતે તે સમયના મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ડો. ભરત કાનાબારે, સાયકલીંગને પ્રમોટ કરવા “સને ઓન સાયકલ” અભિયાન શરૂ કરેલ જે સમય જતાં આજે સમગ્ર દેશમાં પ્રચલિત થઈ ચુકયુ છે.
નવા સામાજીક પ્રકલ્પો હોય કે લોકોને પીડા આપતી સમસ્યાઓ હોય ડો. ભરત કાનાબારે નિર્ભયતાથી તેને માટે અવાજ ઉઠાવ્યો છે.
ભુતકાળમાં એક સમયે શહેરના રસ્તાઓ તદ્દન બિસ્માર થઈ ગયા હતા. તુટી ગયેલા રસ્તાઓ પરથી ઉડતી ધૂળને કારણે સમગ્ર શહેરમાં ધુળિયું વાતાવરણ રહેતું અને રસ્તા પરની દુકાનોએ તેમની વસ્તુઓ
ધુળથી બચાવવા પ્લાસ્ટીકના પડદા રાખવા પડતા હતા. ૨૦૧૯માં ગુજરાતમાં સ્વ. વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ભાજપની સરકાર હતી. ડો. કાનાબારે સમગ્ર શહેરના નાગરિકોને સંગઠીત કર્યા અને શહેરના વેપારીઓ, બીઝનેસમેનો, ડોક્ટરો, વકીલોની મદદથી અમરેલીમાં ભવ્ય રેલી કાઢેલી અને ત્યારબાદ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી આ પ્રશ્નની ગંભીરતાથી વાકેફ કર્યા હતા. રજુઆતના અંતે વિજયભાઈ રૂપાણીએ શહેરના રોડ રસ્તા માટે વધારાની સ્પેશીયલ ૧૦ કરોડની ગ્રાન્ટ મંજુર કરેલ. જીલ્લાનો રેતીનો પ્રશ્ન હોય કે એસ.ટી.માં કંડકટર ડ્રાયવરોની ભરતીમાં નિમણૂંક પહેલા ફરજીયાત ફર્સ્ટ એઈડ ટ્રેનીંગ લેવાની વાત હોય, ડો. કાનાબારે સરકારમાં રજુઆત દ્વારા લોકોને ન્યાય અપાવવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે.
તોકને વાવાઝોડાના અસર ગ્રસ્તોને સહાય પહોંચાડવાની હોય કે સીનીયર સીટીઝનોને તીર્થ યાત્રા કરાવવાની હોય, અમરેલીનું અનુકંપા ફાઉન્ડેશન હરહમેશ સેવા કાર્યોમાં તત્પર રહે છે.
રાજકીય ક્ષેત્રમાં સક્રિય રહેવાની સાથે ડો. કાનાબાર અમરેલીના સમાજજીવનમાં વિવિધ કાર્યક્રમો અને અભિયાનો દ્વારા પ્રેરણાદાથી પરિવર્તનો લાવી રહ્યા છે.
તેમના “ટુ વ્હીલર ફોર ટ” અભિયાનના પ્રચાર માટે તા.૧૪મી ઓગસ્ટે એક સ્કેટર/બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્યમંત્રી આદરણીય ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહી લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવશે.


















Recent Comments