ફરીવાર ચૂંટણી જીતીને ડોનાલ્ડ ટ્રમ્પે યુ.એસ.માં પ્રમુખ પદ સંભાળતાની સાથેજ ઘણા મોટા ફેરફારો કરવા માટે ર્નિણયો લીધા હતા, જેમાંથી એક યુએસ આર્મીમાં ટ્રાન્સજેન્ડર સૈનિકોને લગતો હતો. ટ્રાન્સજેન્ડર હવે યુએસ આર્મીમાં ભરતી કરી શકશે નહીં. હવે પેન્ટાગોને તાજેતરમાં જ આ મામલે નિવેદન જાહેર કર્યું છે. પેન્ટાગોને કહ્યું છે કે, ‘અમેરિકા ૩૦ દિવસની અંદર સેનામાંથી ટ્રાન્સજેન્ડર સૈનિકોને હટાવવાની પ્રક્રિયા શરૂ કરશે. આ ર્નિણય ટ્રાન્સજેન્ડર સૈનિકોને સૈન્ય સેવામાં જાેડાવા અથવા ચાલુ રાખવા પર પ્રતિબંધ મૂકે છે.’
૨૬ ફેબ્રુઆરી, બુધવારે પેન્ટાગોને એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, ‘અમેરિકાએ ૩૦ દિવસની અંદર ટ્રાન્સજેન્ડર સૈનિકોની ઓળખ કરવી પડશે. આ પછી તેમને સૈન્ય સેવામાંથી દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.’યુએસ આર્મીમાં ટ્રાન્સજેન્ડર સૈનિકો મામલે પેન્ટાગોનનું કહેવું છે કે, ‘અમેરિકી સરકારની આ નીતિનો હેતુ સૈનિકોમાં એકતા, ઈમાનદારી અને નમ્રતા જાળવી રાખવાનો છે. તેમજ યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના ડેટા અનુસાર, હાલમાં યુએસ આર્મીમાં લગભગ ૧.૩ મિલિયન સૈનિકો સક્રિય છે. પરંતુ, ટ્રાન્સજેન્ડર અધિકાર સંગઠનોનું કહેવું છે કે યુએસ સેનામાં હાલમાં લગભગ ૧૫,૦૦૦ ટ્રાન્સજેન્ડર સૈનિકો સક્રિય છે.’
Recent Comments