આ કાર્યશાળામાં પ્રદેશ ભાજપ અગ્રણી અને સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ પ્રદીપભાઈ ખીમાણી તથા
રાજેશભાઈ પંડ્યાએ ઉપસ્થિત રહી અપેક્ષિત કાર્યકર્તાઓ તેમજ વક્તાઓને માર્ગદર્શન આપ્યું હતું.
અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યશાળામાં
રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, અમરેલી જિલ્લાનાં સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણ, પ્રશિક્ષણ
વર્ગના ઈન્ચાર્જ શરદભાઈ પંડ્યા, મહામંત્રીઓ મયુરભાઈ માંજરિયા રાજુભાઈ ભૂતૈયા સહિત જિલ્લા ભાજપના
હોદેદારો, પ્રભારીઓ, મોરચાના પ્રમુખો, મંડલ પ્રમુખ-મહામંત્રીઓ હાજર રહ્યાં હતાં અને અમરેલી જિલ્લાનાં
વીસ મંડળમાં રાત્રિ રોકાણ સહિત દોઢ દિવસ માટે સાત વિષયનાં અભ્યાસ અર્થે પ્રશિક્ષણ વર્ગ કરવાનું
આયોજન કરવામાં આવ્યું હતું તેમ જીલ્લા ભાજપનાં મીડિયા ઇન્ચાર્જ વિપુલ ભટ્ટીએ જણાવ્યું છે.
અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પં. દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહા અભિયાન 2026 અંતર્ગત અમરેલી જિલ્લાની કાર્યશાળા યોજાઈ















Recent Comments