અમરેલી

ધાર્મિક વિધિ કરવાના બહાને છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતથી રોકડ તથા સોનાની વીટી લઇ જનાર બે ઇસમોને કુલ કિં.રૂ.૭૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર
રેન્‍જના જિલ્લાઓમાં બનતા છેતરપિંડી/વિશ્ર્વાસઘાતના ગુનાઓ કરતા આરોપીઓને
પકડી પાડી સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત
સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનતા છેતરપિંડી વિશ્ર્વાસઘાતના ગુનાઓમાં
આરોપીઓને પકડી પાડી, ફરીયાદી/અરજદારની છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતથી પડાવી
લીધેલ રોકડ રીકવર કરવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી સી.પી.વાઘેલા નાઓની
રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા લાઠી પો.સ્ટે. ના છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતના
ગુનામાં સંડોવાયેલ અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ કરવામાં આવેલ. આ ગુનાના
ફરિયાદીની પુછપરછ કરી, આરોપીના વર્ણન અંગે માહિતી મેળવી, આરોપીને પકડી
પાડવાના સઘન પ્રયાસો દરમ્યાન બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે બે
ઇસમોને પકડી પાડી, પકડાયેલ ઇસમો પાસેથી રોકડ રકમ તથા સોનાની વીટી તથા
વાહન સહિતનો મુદ્દામાલ કબ્જે કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ આગળની
કાર્યવાહી થવા લાઠી પોલીસ સ્ટેશનમા સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) દિપકનાથ નારણનાથ ધાંધુ, ઉ.વ.૩૪, રહે.જસદણ, વિછીંયા રોડ, શિવનગર
તા.જસદણ, જિ.રાજકોટ.
(૨) રોહીતનાથ ભગવાનનાથ ધાંધુ, ઉ.વ.૩૨, રહે.જસદણ, વિછીંયા રોડ, શિવનગર
તા.જસદણ, જિ.રાજકોટ.

 કબ્‍જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
રોકડા રૂ.૨૦,૦૦૦/- તથા એક સોનાની વીટી વજન ૨.૪૧ ગ્રામ કિં.રૂ.૩૦,૦૦૦/-
તથા એક હોન્ડા કંપનીનું સીડી ૧૧૦ મોડલનું મોટર સાયકલ જેના રજી. નં. GJ-03-KB-
7919 કિં.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૭૫,૦૦૦/- નો મુદ્દામાલ.

પકડાયેલ આરોપીઓએ ગુનાઓની આપેલ કબુલાલની વિગતઃ-
પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતાં નીચે મુજબના ગુનાની કબુલાત આપેલ છે.
(૧) ગઇ તા.૨૨/૦૬/૨૦૨૬ ના રોજ આશરે કલાક ૧૧/૦૦ વાગ્યાના સમયે
પકડાયેલ બન્ને ઇસમો મોટર સાયકલ લઇને લાઠી તાલુકાના ભુરખીયા ગામે એક
રહેણાંક મકાને પાણી પીવાના બહાને ગયેલ, ત્યાં એક વ્યકિત મીની ટ્રેકટર લઇ
તેમની પત્ની સાથે ઘરના ડેલા પાસે શેરીમાં ઉભા હોય, તેમને સરધાર રામાપીરની
જગ્યાએથી આવેલ હોવાનું કહી, પાડરશીંગા ગામે રામાપીરની જગ્યાએ જવાનો
રસ્તો પુછેલ અને પાણી પીવડાવવાનું કહેલ અને પાણી પીધેલ. ત્યાર બાદ બન્નેએ
આ ઘરમાં રહેલ વ્યકિતને કહેલ કે તમારા દિકરાના લગ્ન થયેલ ત્યારે કોઇએ
તમારા પરીવાર ઉપર મેલુ નાખેલ છે, જેના લીધે તમારો ધંધો સેટ થતો નથી,
વિધિ કરવી પડશે એમ કહેતા તે વ્યકિતએ વિધિ કરવાની હા પાડતા તેની પાસે
વિધિ કરવા માટે રોકડ રૂ.૨૦,૦૦૦/- તથા એક સોનાની વીટી મંગાવેલ અને એક
કલાક વિધિ કરી બાદમાં રોકડ તથા વીટી લઇ બન્ને જતા રહેલ હોવાની હકિકત
જણાવેલ, જે અંગે ખરાઇ કરતા બે અજાણ્યા માણસો વિરૂધ્ધમાં લાઠી પો.સ્ટે.
ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૬૦ ૧૭૭ /૦૨૬, બી.એન.એસ. કલમ ૩૧૬(૨), ૩૧૮(૪),
૫૪ મુજબ ગુનો રજી. થયેલ છે.
પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-
પકડાયેલ બન્ને આરોપીઓ વિરૂધ્ધ નીચે મુજબના ગુનો રજી. થયેલ છે.
(૧) હળવદ પો.સ્ટે. (મોરબી) ગુ.ર.નં.૧૯૦/૨૦૨૪, ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦બી
મુજબ.
(૨) બી ડીવી પો.સ્ટે. (રાજકોટ શહેર) ગુ.ર.નં.૨૧/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦
મુજબ.
(૩) પડધરી પો.સ્ટે. (રાજકોટ ગ્રામ્ય) ગુ.ર.નં.૬૯/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦,
૧૧૪ મુજબ.

 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. હરેશસિંહ પરમાર તથા
હેડ કોન્સ. કિશનભાઇ આસોદરીયા, રાહુલભાઇ ઢાપા, આદિત્યભાઇ બાબરીયા, અશોકભાઇ
કલસરીયા, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્‍સ. જયરાજસિંહ બારડ, અશોકભાઇ સોલંકી
દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts