ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના
આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી
જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી,
તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા
અમરેલી એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી સી.પી.વાઘેલા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ મિલકત સબંધી આરોપીની સઘન તપાસ દરમ્યાન
બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે બે શકમદ ઇસમોને રોકડ રકમ તથા
મોટર સાયકલ સાથે પકડી પાડી, પકડાયેલ બન્ને ઇસમોની સઘન પુછ પરછ કરતા
અમરેલીમાં માંગા હનુમાન મંદિર સહિત અલગ અલગ ચાર જગ્યાએ ચોરી કરેલ
હોવાની કબુલાત આપતા અમરેલી સીટી પો.સ્ટે. મંદિર ચોરીનો અનડીટેકટ ગુનો
ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) હિરેન ધીરૂભાઇ માલવી, ઉ.વ.૩૦, રહે.અમરેલી, નાગનાથ મંદીરની પાછળ,
આદિત્ય એપાર્ટમેન્ટ, તા.જિ.અમરેલી.
(૨) મહેબુબ ઉર્ફે લાંબો ઇકબાલભાઇ વાઘેલા, ઉ.વ.૪૨, રહે.અમરેલી, મીની કસ્બા શેરી
નં. ર, તા.જિ.અમરેલી.
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
રોકડા રૂ.૧,૪૦૫/- તથા એક પીળા હાથાનું પક્કડ કિં.રૂ.૨૦/- તથા એક સુઝુકી
એકસેસ મોટર સાયકલ જેના રજી. નં. GJ-14-BF-5173 કિં.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ
કિં.રૂ.૫૧,૪૨૫/- નો મુદ્દામાલ.
પકડાયેલ આરોપીઓએ ગુનાઓની આપેલ કબુલાલની વિગતઃ-
પકડાયેલ બન્ને ઇસમોની સઘન પુછપરછ કરતાં નીચે મુજબની ચોરીઓની કબુલાત
આપેલ છે.
(૧) પકડાયેલ બન્ને ઇસમો આજથી બે દિવસ પહેલા રાત્રીના એકસેસ મોટર સાયકલ
લઇ અમરેલીમાં સોમનાથ મંદિર પાસે ભરવાડ વાડા પાસે આવેલ હનુમાનજી
મંદીરે ગયેલ અને મંદિરની ગ્રીલ તોડી દાન પેટીની ચોરી તેમાંથી રોકડ
રૂ.૨૮૦૦/- જેટલી રકમની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ, જે અંગે ખરાઇ
કરતા અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૬૦૫૩૮/૨૦૨૬,
બી.એન.એસ. કલમ ૩૦૫(ડી), ૩૨૯(૨), ૩૩૧(૨) મુજબ ગુનો રજી. થયેલ છે.
(૨) પકડાયેલ બન્ને ઇસમો આજથી બે દિવસ પહેલા ઉપરની ચોરી કર્યા બાદ
અમરેલીમાં મણીનગરમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરે ગયેલ અને આ
મંદિરમાંથી આશરે રૂ.૩૦૦/- ની ચોરી કરેલ કરેલ હોવાની હકિકત જણાવેલ છે.
(૩) પકડાયેલ બન્ને ઇસમો આજથી આશરે છ મહિના પહેલા રાત્રીના એકસેસ મોટર
સાયકલ લઇ અમરેલીમાં કામનાથ મહાદેવ મંદિર ગયેલ અને આ મંદિરમાંથી
દાનપેટીની ચોરી કરી આ દાનપેટી તોડી તેમાંથી રોકડ રૂ.૧૪૦૦/- ની ચોરી
કરેલ હોવાની હકિકત જણાવેલ છે.
(૪) પકડાયેલ બન્ને ઇસમો આજથી આશરે છ મહિના પહેલા રાત્રીના એકસેસ મોટર
સાયકલ લઇ અમરેલી ઠેબી ડેમના કાંઠે ગરીયા જવાના રસ્તા પાસે આવેલ
હનુમાનજી મંદિરે ગયેલ અને મંદિરનો દરવાજો તોડી ચોરી કરવાની કોશીષ
કરેલ હોવાની હકિકત જણાવેલ છે.
પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસઃ-
આરોપી હિરેન ધીરૂભાઇ માલવી વિરૂધ્ધમાં નીચે મુજબના ગુનાઓ રજી. થયેલ
છે.
(૧) અમરેલી સીટી પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૧૫/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦
(૨) અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૨૦૩૬૫/૨૦૨૨ જુગાર ધારા કલમ
૧૨
(૩) અમરેલી રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૩૦૬૦૯/૨૦૨૩ જુગાર ધારા કલમ
૧૨
(૪) પાલીતાણા ટાઉન પો.સ્ટે. (ભાવનગર) ગુ.ર.નં.૧૧૧૯૮૪૨૨૬૦૧૬૯/૨૦૨૬
બી.એન.એસ. કલમ ૩૦૫, ૩૩૧(૪), ૫૪ મુજબ
આરોપી મહેબુબ ઉર્ફે લાંબો ઇકબાલભાઇ વાઘેલા વિરૂધ્ધમાં નીચે મુજબના
ગુનાઓ રજી. થયેલ છે.
(૧) અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૨૦૦૩૩/૨૦૨૨ જુગાર ધારા કલમ
૧૨
(૨) પાલીતાણા ટાઉન પો.સ્ટે. (ભાવનગર) ગુ.ર.નં.૧૧૧૯૮૪૨૨૬૦૧૬૯/૨૦૨૬
બી.એન.એસ. કલમ ૩૦૫, ૩૩૧(૪), ૫૪ મુજબ
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. રાહુલભાઇ ચાવડા,
કનાભાઇ સાંખટ તથા હેડ કોન્સ. ગીરીરાજસિંહ જાડેજા, કિશનભાઇ આસોદરીયા,
મહેશભાઇ મુંધવા, સલીમભાઇ ભટ્ટી, રાહુલભાઇ ઢાપા, તુષારભાઇ પાંચાણી દ્વારા
કરવામાં આવેલ છે.

















Recent Comments