ભાવનગર

ઢસા બી એલ રાજપરા પરિવાર ના મહેમાન બનતા ભાવનગર સાંસદ કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયા

ગઢડા સ્વામીના તાલુકા ના ઢસા ખાતે ભાવનગર જિલ્લા સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયા તારીખ ૯.૬.૨૦૨૬, ના રોજ  પધાર્યા કેન્દ્રીયમંત્રી, ભાવનગરના સાંસદ શ્રીમતી નિમુબેન બાંભણિયા, ગઢડા તાલુકાની મુલાકાતે આવ્યા હતા. આ દિવસે પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ બપોરના ૩:૦૦ કલાકે ઢસા વિસ્તારના પ્રબુદ્ધ નાગરિક અને શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ, ટીંબી ના સ્થાપક ટ્રસ્ટીશ્રી બી.એલ રાજપરા ના ઘરની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મંત્રીશ્રી નિમુબેન બાંભણિયા નું ઉષ્માભર્યું સ્વાગત કરી પૂજ્ય સદ્ગુરુદેવના “જીવન ચરિતામૃત” ગ્રંથ, શાલ અને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ટ્રસ્ટીશ્રી બી એલ રાજપરા દ્વારા શ્રી નિર્દોષાનંદજી

હોસ્પિટલ માં ચાલતા તદ્દન નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યોથી મંત્રીશ્રીને વાકેફ કરવામાં આવેલ. આ તકે મંત્રીશ્રીએ હોસ્પિટલને સહાયરૂપ થવા રૂ.૩૦ લાખથી વધુ રકમની ગ્રાન્ટ ફાળવવા પોતેજ ઈચ્છા વ્યક્ત કરી હતી, આ ઉપરાંત શ્રી રાજપરા એ હોસ્પિટલને કાયમી મહિપરીએજ યોજનાનું પાણી મળી રહે તે અંગે તેમજ હોસ્પિટલના પ્રણેતા શ્રી નિર્દોષાનંદ સરસ્વતી મહારાજને “પદ્મવિભૂષણ” થી વિભૂષિત કરવામાં આવે તેવી મંત્રીશ્રી નીમુબેન દ્વારા જ દરખાસ્ત કરવા અંગે લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી.મંત્રીશ્રી સાથે ભાજપ અગ્રણી શ્રી ઘનશ્યામભાઈ વિરાણી ઉપરાંત બોટાદ જિલ્લા અને ગઢડા તાલુકાના ભાજપના પદાધિકારીઓ અને ઢસા વિસ્તારના પ્રબુદ્ધ નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રી નીમુબેન બાંભણીયા એ વિવિધક્ષેત્રનાં પ્રબુધ્ધજનો સાથે સંવાદ ગોષ્ટી કરી ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારના સુશાનમાં ૧૨ (બાર) વર્ષની સિદ્ધિઓ અને વિવિધ યોજનાઓ અંગે સહુને માહિતગાર કર્યા હતા. ઉપરાંત શ્રી ઘનશ્યામભાઈ વિરાણી દ્વારા ઢસા વિસ્તારના પ્રાણ-પ્રશ્નો અંગે લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી

Related Posts