fbpx
અમરેલી

“જાલી નોટ” ની જેમ સાદી ટપાલ માં પણ આવેલ “જાલી લેટર” થી પણ સાવધાન રેહશો….. આવું પણ બની શકે છે!

બાબરા ના કાર્યશીલ નાની બચત ના એજન્ટ રેખાબેન એમ.રાયસુરા ના પોસ્ટ ઓફિસ ના તમામ ખાતા ની નાણાકીય લેવડ દેવડ પોસ્ટલ ડિવિજન અમરેલી એ સાદી ટપાલ માં આવેલ
ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેંટ અમદાવાદ ના બોગસ પત્ર જાલી લેટર ના આધારે એજન્ટ ની એજન્સી અને પોસ્ટ ખાતા માથી લેવડ દેવડ ફ્રીઝ કરેલ અજીબો ગરીબ ઘટના આવું કૃત્ય પોસ્ટ ડિપાર્ટમેંટ માં નોકરી કરતાં અને ગુનાહિત માનસ ધરાવતા કર્મચારી એ સરકારી મશીનરી અને સ્ટેશનરી નો દૂર ઉપયોગ કરી કેન્દ્ર સરકાર ની મુખ્ય બે કચેરી ઑ ઇન્કમ ટૅક્સ અમદાવાદ અને પોતાનોજ વિભાગ પોસ્ટલ ડિવિજન અમરેલી ને જાલી લેટર સાદી ટપાલ માં લખી છેતરપિંડી કરેલ છે હવે જોવાનું એ રહે છે કે પોસ્ટલ ડિવિજન અમરેલી પોતાના વિભાગ ના ગુન્હાહિત માનસ ધરાવતા આવા કાળનીવાળા કર્મચારી ને છાવરે છે કે તપસ કરી દંડ કરે છે બાકી નિર્દોષ નાની બચત એજન્ટ રેખાબેન રાયસુરા ને તો જાલી લેટર ના આધારે દંડ થયો નિર્દોષ દંડાયેલ જાણવા મળતી વિગત મુજબ બાબરા પોસ્ટ ઓફિસ નાની બચત એજન્ટ રેખાબેન એમ રાયસુરા ની એજન્સી અને તમામ ખાતા માથી લેવડ દેવડ પોસ્ટલ ડિવિજન અમરેલી એ તા.૨૯/૦૯/૨૦૨૦ થી ફ્રીઝ બંધ કરેલ છે અમરેલી પોસ્ટલ ડિવિજન કેન્દ્ર સરકાર ની મુખ્ય કચેરી ને ઇન્કમ ટૅક્સ અમદાવાદ દ્વારા લખાયેલ પત્ર તા.૧૦/૦૮/૨૦૨૦ નો જે સાદી ટપાલ માં આવેલ અઢી મહિના ની જાત તપાસ ના અંતે આ લેટર ફર્જી જાલી લેટર નીકળ્યો ઇન્કમ ટેક્સ કચેરી અમદાવાદ તા.૦૩/૧૨/૨૦૨૦ ના પોસ્ટ વિભાગ અમરેલી ને પત્ર લખ્યો કે તા.૧૦/૦૮/૨૦૨૦ ના અમારી કચેરી માથી કોઈ પણ લેટર લખાયેલ જ નથી સહી કરનાર મેડમ રાની નાયર નિવૃત થઈ ચૂક્યા છે ૧૦૦% જાલી લેટર છે બોગસ પત્ર છે આવી અજીબો ગરીબ ઘટના પ્રકાશ માં લાવવા સાવધાન લોકો જાલી નોટ ની જેમજ આવા જાલી લેટર ના આધારે અઢી મહિના તમામ લેવડ દેવડો બંધ રેહતા મધ્યમ વર્ગીય નાની બચત એજન્ટ રેખાબેન રાયસુરા ની રોજગારી બંધ રહી દિવાળી ના તહેવારો માં પોતાના ખાતા માથી પૈસા ન લઈ શક્યા રીકરિંગ ડિપોજિટ બચત ખાતા માં વિના કારણે ૩૯૦ રૂપીયા દંડ ભરવો પડ્યો શારીરિક માનસિક અને આર્થિક યાતના ઑ આ કોરોના કાળ માં સહન કરવી પડી નિર્દોષ દંડાયેલ કારણ સાદી ટપાલ માં આવેલ જાલી લેટર તા.૨૯/૦૯/૨૦૨૦ થી રોજગારી બંધ થતાં રેખાબેન રાયસુરા ના પતિ દિપકભાઈ સેદાણી એ અંદાવત સ્થિત ખ્યાતનામ અડવોકેટ આર.એન.સાવલિયા ને તમામ વિગત થી વાકેફ કરતાં તે ઑ પોતેજ ઇન્કમ ટેક્સ ઓફિસ અમદાવાદ રૂબરૂ મળી જાત તપાસ કરતાં તા.૧૦/૦૮/૨૦૨૦ નો લેટર લખાયેલ જ નથી એવિ જાણવા માં આવ્યું હવે આવું ગુન્હાહિત કૃત્ય કોને કર્યું હશે ત્યારે શંકા ના દાયરા માં પોસ્ટ વિભાગ નો જ ગુન્હાહિત માનસ ધરાવતો કર્મચારી એજ આ કૃત્ય કર્યા નું શંકા ના દાયરા માં આવે છે આ અંગે રેખાબેન રાયસુરા અને દીપકભાઈ સેદાણી પુરાવા ઑ એકત્રિત કરી ફરિયાદ કરાવતા હોય જાણવા મળેલ છે પરંતુ સવાલ એ થાય છે કે રૂ.૨૦૦૦ ની જાલી નોટે જેમજ સરકારી મશીનરી અને સ્ટેશનરી નો દુરઉપયોગ કરી જાલી લેટર બનાવી કેન્દ્ર સરકાર ની મુખ્ય બે કચેરી ઑ ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેંટ અને પોસ્ટલ ડિવિજન અમરેલી ને ગેરમાર્ગે દોરી છેતર પિંડી કરી નિર્દોષ ને દંડ કરેલ છે હવે આ કેન્દ્ર સરકાર ની બે મુખ્ય કચેરી ઑ ઇન્કમટૅક્સ અને પોસ્ટલ ડિવિજન તપાસ કરી આવા ગુન્હાહિત માનસ ધરાવતા વ્યક્તિ ઑ ને પકડી સજા કરે છે કે કેમ જે સમય જ કેહશે જે બાબરા સ્થિત અમારા પ્રતિનિધિ દિપક સેદાણી એ અખબાર યાદી માં જણાવેલ છે

Follow Me:

Related Posts