fbpx
અમરેલી

પાલિકા તંત્ર સફાઈ ખર્ચ ક્યાં કરતું હશે ?

દામનગર શહેર માં પાલિકા તંત્ર સફાઈ ખર્ચ ક્યાં કરતું હશે ? ચિત્ર થોડું વિચિત્ર છે પણ સંસ્કારી નગર દામનગર શહેર ની મુખ્ય બજાર ની વાસ્તવિકતા છે

શહેર ની મુખ્ય બજાર વચ્ચે ઉકરડા શહેર ની મધ્ય માં આવેલ પ્રમુખ કોમ્પ્લેક્ષ જૂની કચેરી ચોક વિસ્તાર માં આ દ્રશ્ય કાયમ જોવા મળે છે

આટલો મોટો વ્યવસાય વેરો ઉપરાંત મિલ્કત વેરો ભરતા વેપારી ઓને પાલિકા તંત્ર તરફ થી શુ સુવિધા મળે છે ? સફાઈ વ્યવસ્થા કે પાણી વિતરણ બંધ રાખી કરકસર કરતી પાલિકા જુના પેવર બ્લોક કાઢી નવા પેવર બ્લોક નાખવા ખાચા ગલી ગોતી ગોતી નાખે છે જે ઉત્સાહ પેવર બ્લોક ની દુકાનો માટે બતાવાય છે તે ઉત્સાહ શહેરીજનો ને પ્રાથમિક સુવિધા મળે તે માટે બતાવે પાલિકા શાસકો કરકસર ના નામે આવશ્યક સેવા બંધ રાખી સેની ? કરકસર કરતા હશે રામ જાણે 

ચાર દિવસે એક વખત પીવા નું પાણી વિતરણ બજારો માં સફાઈ સેવા રવિવારે બંધ રાખતા પાલિકા શાસકો અલગ પ્રકાર નો વિશેષાધિકાર ધરાવે છે પોતા ની શેરી બજારો નિયમિત સફાઈ કરાવાય છે આ શું સાંસદ સભ્યો હશે ?

ફોટો સેસન માટે પડાપડી કરતા પાલિકા શાસકો પ્રાથમિક સુવિધા ઓના યોગ્ય સંચાલન માટે મોકલ્યા હતા કે ? વિશેષાધિકાર ભોગવવા માટે ? શહેરિજનો ને નિયમિત સફાઈ પીવા ના પાણી નું વિતરણ જાહેર દિવાબતી જેવી સુવિધા ઓ ખોરવાઈ રહી છે ત્યારે 

સ્થાનિક ધારાસભ્ય પ્રાદેશિક કમિશનર કચેરી ધ્યાન આપે તે જરૂરી છે આ ઉકરડા ના ઢગલા મુખ્ય બજાર પ્રમુખ કોમ્પ્લેક્ષ કચેરી ચોક વિસ્તાર ના છે શહેર ના અન્ય વિસ્તારોમાં ક્યારે સફાઈ થાય ? ક્યાં વિસ્તાર માં ક્યાં વારે સફાઈ કરાય છે ? એક બાજુ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનો માટે પ્રચાર પ્રચાર કરી ઝુંબેશો પાછળ કરોડો બજેટ ફાળવી વાહન પેટ્રોલ ડીઝલ ના મોટા બિલ વચ્ચરો ખર્ચ માં દર્શાવી સફાઈ પાછળ આટલો મોટો ખર્ચ ક્યાં કરતું હશે ? ચૂંટાયેલ સદસ્ય ના ઘર પાસે જાહેર સ્ટ્રીટ લાઈટો ની ઝાકમઝોળ અને આર્થિક પછાત વિસ્તારો માં અધારું ઉલેચતા લોકો એ ભાજપ શશકો ને પાલિકા નું સુકાન આપ્યા ના બે વર્ષ પૂર્ણ થવા છતાં વિકાસ તો દૂર પ્રાથમિક સુવિધા ઓ વધુ ખોરાવી સીસી ટીવી સ્કૂલ કોલેજ મેદાન સારા રસ્તા જાહેર ટોયલેટ ના વચનો પોળક નીકળ્યા 

શહેર ના દરેક વિસ્તારો ની નિયમિત સફાઈ જાહેર દિવાબતી ટોયલેટ પીવા ના પાણી વિતરણ નું યોગ્ય સંચાલન કરો તેવી શહેરીજનો માંથી બુલંદ માંગ ઉઠી રહી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/