fbpx
અમરેલી

અમરેલી તાલુકાના ટીંબલા ગામે ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની કુલ બોટલ નંગ- ૧૬૮ કિ.રૂ.૬૩,૩૦૦/- ની હેરફેર કરતા એક ઇસમને વાહન સહિત કુલ કિં.રૂ.૨,૧૮,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમને આજ રોજ તા.૦૨/૦૨/૨૦૨૪ નાં શરૂ રાત્રીના બાતમી રાહે હકીકત મળેલ કે, અમરેલી તાલુકાના ટીંબલા ગામે રહેતો ત્રિપાલ અનકભાઈ વાળા પોતાના હવાલાની સ્વીફટ કારમાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો હેરફેર કરી, વેચાણ કરે છે, જે બાતમી હકિકત આધારે ટીંબલા ગામે વોચમાં રહી હકિકત વાળી સ્વીફટ કારને કાર ચાલક સાથે પકડી પાડી, જે કારમાં જોતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવેલ, પકડાયેલ આરોપી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

→ પકડાયેલ આરોપી:-

ત્રિપાલ ઉર્ફે લાલો અનકભાઈ વાળા, ઉ.વ. ૧૯, રહે. ટીંબલા, તા.જિ.અમરેલી.

→ પકડવાના બાકી આરોપીઓ:-

(૧) ગૌતમ કસુભાઈ વાળા રહે.ટીંબલા, તા.જિ.અમરેલી.

(૨) યુવરાજ ખાચર

પકડાયેલ મુદ્દામાલઃ-

ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ સ્ટેગ સુપીરીયર વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૬૦ કિ.રૂ.૨૪,૦૦૦/- તથા ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ્સ નં. ૧ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ – ૬૦ કિ.રૂ.૨૨,૫૦૦/- તથા ભારતીય બનાવટની વિદેશી દારૂની ઓલ્ડ મન્ક સુપીરીયર ત્રીપલ એક્સ રમની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ -૪૮ કિ.રૂ. ૧૬,૮૦૦/-મળી કુલ બોટલ नंग – ૧૬૮ જેની કુલ કિ.રૂ.૬૩,૩૦૦/- તથા એક મારૂતિ સ્વીફટ કાર રજી. નંબર જી.જે.૦૧.કે.એ.૪૨૮૪ કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ – ૧ કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ डि.३. २,१८,३००/- नो मुद्दामास.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહિલ તથા એ.એસ.આઈ. ભગવાનભાઈ ભીલ તથા હેડ કોન્સ. અજયભાઈ સોલંકી, તુષારભાઈ પાંચાણી, તથા પો કોન્સ. ઉદયભાઈ મેણીયા દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/