આ વૈશ્વિક મંચ પરથી ઇફકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીએ ભારતીય સહકારી ચળવળની
ઐતિહાસિક સિદ્ધિઓ અને દેશના કરોડો ખેડૂતોના સશક્તિકરણ તેમજ આર્થિક ઉત્થાનમાં ઇફકો દ્વારા
ભજવવામાં આવેલી મહત્વની ભૂમિકાને મજબૂત રીતે રજૂ કરી હતી. બેઠક દરમિયાન કૃષિ વિકાસ,
ગ્રામીણ આજીવિકામાં સુધારો, સહકારિતા આધારિત વિકાસ મોડલ અને સંયુક્ત રાષ્ટ્રના ‘સતત
વિકાસ લક્ષ્યો’ (Sustainable Development Goals – SDGs) ને હાંસલ કરવા અંગે ખૂબ જ સાર્થક અને
ગહન ચર્ચા થઈ હતી.
પર્યાવરણની સુરક્ષા અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે ‘પ્રાકૃતિક ખેતી’
(Natural Farming) ને પ્રોત્સાહન આપવા તેમજ ખેતી ખર્ચ ઘટાડી વૈશ્વિક સ્તરે ક્રાંતિ સર્જનાર
ઇફકોના ‘નેનો યુરિયા’ (Nano Urea) અને અન્ય નેનો ટેકનોલોજી આધારિત ઉત્પાદનોના પ્રસાર
અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. UNDP ના વરિષ્ઠ અધિકારીઓએ ભારતના આ ગ્રીન
ટેકનોલોજી મોડલની સરાહના કરી હતી.
આ મહત્વપૂર્ણ બેઠકમાં કૃષિ અને ગ્રામીણ વિકાસના ક્ષેત્રમાં ભવિષ્યની ભાગીદારી,
ટેકનોલોજીના આદાન-પ્રદાન અને પરસ્પર સહયોગની સંભાવનાઓ પર પણ હકારાત્મક વિચાર-
વિમર્શ કરવામાં આવ્યો હતો.
આ આંતરરાષ્ટ્રીય બેઠકમાં શ્રી દિલીપ સંઘાણીની સાથે અગ્રણી સહકારી આગેવાનો સર્વશ્રી
અશ્વિનભાઈ સાવલિયા, મનીષભાઈ સંઘાણી તેમજ તરુણ ભાર્ગવ સહિતના મહાનુભાવો ખાસ
ઉપસ્થિત રહ્યા હતા અને ચર્ચામાં સક્રિયપણે ભાગ લીધો હતો.
અમેરિકા માં સંયુક્ત રાષ્ટ્ર (UNDP), ન્યૂયોર્ક ખાતે ઇફકો (IFFCO) ના ચેરમેન લીપ સંઘાણીની અધ્યક્ષતામાં વૈશ્વિક કૃષિ અને સહકારી વિકાસ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ


















Recent Comments