Home Articles posted by CITY WATCH NEWS (Page 6)
અમરેલી
અમરેલી ડિવિઝન ટપાલ વિભાગ દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓ માટે તા. ૨૩.૦૨.૨૦૨૬ થી તા. ૨૫.૦૨.૨૦૨૬ સુધી તમામ પોસ્ટ ઓફિસ ખાતે ત્રિદિવસીય કેમ્પ યોજાશે. ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગની સૂચના હેઠળ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (પેન્શન યોજના)ના લાભાર્થીઓને મળતી આર્થિક સહાયની રકમ આધાર આધારિત ડી.બી.ટી માધ્યમથી સીધા લાભાર્થીના ખાતામાં જમા થાય […]Continue Reading
અમરેલી
ગુજરાતના યુવક અને યુવતીઓમાં લોકશાહી શાસન વ્યવસ્થાના ગુણો વિકસે તથા યુવા વર્ગમાં મતદાનના મહત્વને લઈને વધારો થાય. ચૂંટણી વ્યવસ્થાની માહિતી યુવાઓને મળે જેના થકી રાષ્ટ્ર નિર્માણ તથા રાષ્ટ્રના લોકતંત્રને મજબૂતી મળે તે માટે સૌપ્રથમવાર વિધાનસભા સીટ લેવલે યુથ એસેમ્બલી સ્પર્ધાનું આયોજન કરવામાં થશે. ત્યારબાદ અમરેલી જિલ્લાકક્ષાએ પણ આયોજન હાથ ધરવામાં આવશે. આ સ્પર્ધામાં ૧૫ થી […]Continue Reading
અમરેલી
 પ્રખ્યાત લોકસાહિત્યકાર પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગનાં જીવનદર્શન પર આધારિત પુસ્તક ‘વાણી તો અમરત વદાં’નું 23 વર્ષ બાદ પુન:વિમોચન થશે. રાજ્યનાં માહિતી ખાતાએ તૈયાર કરેલી નવી આવૃત્તિનું કવિ કાગની 49મી પુણ્યતિથિ નિમિત્તે અમરેલી જિલ્લામાં આવેલા કાગધામ મજાદરમાં વિમોચન કરવામાં આવશે. ગુજરાતી લોકસાહિત્યમાં શિરમોર કવિ કાગની પુણ્યતિથિ નિમિત્તે દર Continue Reading
અમરેલી
અમરેલી નગરપાલિકા કારોબારી સમિતિની બેઠકમાં અમરેલી નગરપાલિકાનું વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. બેઠકમાં કુલ રૂ. ૧,૧૩,૪૪,૪૪,૦૦૦ (એક અબજ, ૧૩ કરોડ, ચુમ્માલીશ લાખ, ચુમ્માલીશ હજાર) નું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ બજેટ રૂ. ૯,૩૧,૦૦૦ ની પુરાંતવાળુ બજેટ છે. અમરેલી શહેરની સુખ સુવિધાઓમાં વધારો થાય તેમજ નાગરિકોની સુખાકારી વધે તે લક્ષ્યાંક સાથે Continue Reading
અમરેલી
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થતાં મુખ્યમંત્રીશ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલનાંનેતૃત્વવાળી સરકારનાં નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2026નું બજેટ રજૂ કર્યુ હતું. રાજ્યનાં ઈતિહાસમાં સૌથી મોટું4,08,053 કરોડનું વિક્રમી બજેટ રજુ કર્યુ હતું. આ બજેટને અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી દ્વારા આવકારવામાંઆવ્યું.રાજ્ય સરકારનું સર્વગ્રહી અને સર્વસમાવેશી Continue Reading
અમરેલી
​”માત્ર પથ્થરનો નથી આ ગઢ, એ તો શક્તિનો શણગાર છે, જેને ‘ગિરનાર’ કહો છો તમે, એ અસલમાં ‘ગિરી-નાર’ છે.” ​”જ્યાં અંબાના બેસણાં હોય, ત્યાં પૂજાય છે નારી સદા, મૃગીકુંડના પવિત્ર જળ પર, દીકરીનો પણ અધિકાર છે.” ​–“પાંધી સર”  ​તાજેતરમાં ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં બનેલી ઘટનાઓએ માત્ર વિવાદ જ નથી Continue Reading
અમરેલી
યંત્રો તણી આ દોડમાં માનવ ક્યાં ખોવાઈ જશે? રોજી રોટીનો સવાલ પથ્થર બનીને અથડાશે. ​ચઢાણના શ્રમમાં વસે છે ભક્તિની પવિત્રતા, જો આવશે રોપવે, તો પરંપરા ક્યાંક વિસરાઈ જશે.? ​ઘોડેસવાર ને કુલીના આંસુમાં છે આક્રોશની જ્વાળા, વિકાસના નામે શ્રમિકોનો ચૂલો શું બુઝાઈ જશે? ​સુવિધા ભલે વધે, પણ સંવાદનો જો અભાવ રહેશે, તો શ્રદ્ધાના આ ધામમાં આક્રોશ […]Continue Reading
અમરેલી
સાંભળવા વ્યથાઓ વૃક્ષની, જગતને એવા કાન દે, કુદરત તણા આ દર્દને, સમજણ તણું સન્માન દે. ​વેરાન થતી આ ધરા જોઈને, દિલમાં હવે તો જાગ તું, હે કેશવ!  બચાવવા પર્યાવરણ, પ્રભુ સૌને સાચું જ્ઞાન દે. –“પાંધી સર” ​નગરપાલિકા અને સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સંતાનની જેમ ઉછેરાયેલા સેંકડો વૃક્ષો પર જેસીબી ફરી વળ્યા.. જૂના વટવૃક્ષોનો પણ સોથ વાળી […]Continue Reading
અમરેલી
દેવી સરસ્વતીની તપો ભૂમિનાં ધામ તરીકે વિદ્યાલય શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં ધો-10 અને 12 નો વિદાય સમારંભ અનેવાર્ષિક દિવસ નિમિતે સંસ્કૃતિક કાર્યકર્મનું સુંદર આયોજન થયું હતું. કાર્યકર્મની શરૂઆત પ્રાર્થનાથી થઈ અને દીપ પ્રાગટયથીકરવામાં આવી હતી. શાળાનાં સંચાલકશ્રી વિલાસબેન વઘાસીયાએ બધાનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ દીપકભાઈએપોતાના વક્તવ્યમાં ઉતમ શિક્ષણ આપવા સમર્પિત એવી સંસ્થાનો Continue Reading
અમરેલી
અમરેલી: શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન થયું હતું. નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અન્વયે દેશમાં વધતા જતા સ્ટ્રેસ, એન્ગ્ઝાઈટી, ડિપ્રેશન અને તેને લીધે વધતા આત્મહત્યાના કિસ્સાઓને રોકવા માટે સમગ્ર દેશમાં મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે Continue Reading