અમરેલી

પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વુમન એટ વર્ક પ્લેસ (POSH ACT)અંતર્ગત અવેરનેસ પ્રોગ્રામનું આયોજન થયું.  ……………………………….. વિદ્યાર્થીનીઓને POSH ACT વિષે માહિતી આપવામાં આવી.

અમરેલી: અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે આજરોજ વિદ્યાર્થીનીઓ માટે POSH ACT વિશેની માહિતી આપવા માટે તથા મહિલાઓની જાતીય સતામણીથી કેવી રીતે બચી શકાય તે અંગેના ઉપાયો સમજાવવા માટે એક માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર માટે અમરેલી જિલ્લા મહિલા બાળ વિકાસ અધિકારી શ્રીમતી મિનાક્ષીબેન પંડ્યા તથા જાનાબેન ગલચર તથા અમરેલી સીટી પોલીસ સ્ટેશન – શી ટીમમાંથી વૈશાલીબેન ચાવડા, અમરેલી મહિલા પોલીસ સ્ટેશનમાંથી પાયલબેન જાદવ તથા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વીસ ઓથોરિટીમાંથી પારુલ બેન મહિડા અને નીતાબેન ચૌહાણ તથા 181 ટીમમાંથી રીટાબેન પરમાર કોલેજ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વિદ્યાર્થીનીઓને POSH ACT અંગે માહિતગાર કર્યા હતા. કાર્યક્રમનુ સફળ સંચાલન કોલેજના પ્રા. જે. એમ. તળાવિયા સાહેબ, એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર ડો.  એ. કે. વાળા સાહેબ તથા એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ. બી. ગોરવાડીયા સાહેબે કર્યું હતું. કાર્યક્રમના સફળ સંચાલનમાં એન.સી.સી. પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડબલ્યુ. જી. વસાવા તથા પ્રા. ડો. એ. જી. પટેલ સાહેબે સહયોગ આપ્યો હતો. કાર્યક્રમના સફળ આયોજન બદલ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રા. ભારતીબેન ફીણવીયા તથા અમરેલી જિલ્લા વિદ્યાસભાના કેમ્પસ ડાયરેક્ટર ડો. જી. સી. ભીમાણી સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Posts