અમરેલી

તા.૨૨ જાન્યુઆરીએ બાબરા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે : તા.૧૫ જાાન્યુઆરી સુધીમાં પ્રશ્નો રજૂ કરવા

બાબરા તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ બાબરા તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્નો,ફરિયાદો રજૂ કરવા માંગતા હોય, તે નાગરિકોએ સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો તા.૧૫ જાન્યુઆરી,૨૦૨૫ સુધીમાં બાબરા તાલુકા મામલતદાર કચેરી ખાતે રુબરુ અથવા પોસ્ટ મારફતે મોકલવા. અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” અવશ્ય લખવું, તેમ બાબરા તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યું.

Related Posts