ભાવનગર

ભાવનગર તાલુકાનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૬ મે ના રોજ યોજાશે

ભાવનગર ગ્રામ્યનો મે-૨૦૨૬ ના માસનાં “મુખ્યમંત્રીશ્રી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમનું
આયોજન તા:- ૨૬/૦૫/૨૦૨૬ અને મંગળવારનાં રોજ સવારે ૧૧-૦૦ કલાકે તાલુકા મામલતદાર કચેરી,
આઈ.ટી.આઈ.વાળો ખાંચો, વિદ્યાનગર, ભાવનગર ખાતે પોલિસ અધિક્ષકશ્રી, ભાવનગર ના અધ્યક્ષ સ્થાને કરવામાં
આવેલ છે.
ભાવનગર તાલુકાના પ્રજાજનોને ગ્રામ્યકક્ષાના સરકારી વિભાગોમાં પડતર હોય તેવા વ્યક્તિગત પ્રશ્નો માટે
સંબંધિત તલાટી-કમ-મંત્રીને તથા તાલુકા કક્ષાના પ્રશ્નો હોય તે તા:-૧૦/૦૫/૨૦૨૬ સુધીમાં મામલતદાર, ભાવનગર
(ગ્રામ્ય), ભાવનગરની કચેરીને સાદી અરજીમાં બે નકલમાં પહોંચાડી આપવા મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય)ની
યાદીમાં જણાવવામાં આવે છે.

Related Posts